સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ
(એજન્સી)સુરત, સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર સક્ષ ને ઉધના પોલીસે ધરપકડ કરી છે. મૂળ યુપીના રહેવાસી અને સુરત માં છૂટક મજૂરી કામ કરતો અશોકસિંહ પોલીસને હેરાન કરવા ફેક કોલ કર્યો હતો. પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના ઉધનામાં ત્રણ સ્થળો પર બામ્બ પ્લાન્ટ કર્યાના કોલથી પોલીસ વિભાગ દોડતો થયો હતો. ગત રોજ સાંજે મળેલા કોલ બાદ ઉધના પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. ઉધના પીઆઇ, એસીપી, ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. એસ.ઓ.જી અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઇ હતી.
પોલીસની અલગ અલગ ટિમો દ્વારા મોડી રાત્રે ઉધનાના ત્રણ સ્થળો પર તપાસ હાથ ધરાઈ હતી. જે નંબરથી કોલ આવ્યો હતો, તે કોલને પોલીસ દ્વારા ટ્રેસ કરી ટીખળખોરને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યો હતો. ટીખળખોર દ્વારા કંટ્રોલમાં કોલ કરી ત્રણ સ્થળો પર બામ્બ પ્લાન્ટ કરાયાની વાત કરી હતી. પોલીસે પકડેલા ઈસમનું નામ અશોકસિંહ હોવાનું સામે આવ્યું છે અને તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.
પોલીસને પરેશાન કરવા આરોપીએ ફેક કોલ કર્યો હોવાનું સામે આવ્યું છે. ૧૧ મેના રોજ સાંજે ૭ઃ૩૦ કલાક આસપાસ સુરત પોલીસ કંટ્રોલરૂમમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. અને ફોન કરનાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે સુરત શહેરમાં ત્રણ બ્લાસ્ટ કરવાનો છે. આ મેસેજ મળતાની સાથે જ સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તો ઉધના પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસ દ્વારા ફોન કરનાર વ્યક્તિના લોકેશનના આધારે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી અને ઉધના પોલીસની ટીમ દ્વારા ફોન કરનાર વ્યક્તિનું લોકેશન ઉધના વિસ્તારમાં મળી આવતા આખી રાત આ લોકેશન જે વિસ્તારમાંથી આવ્યું હતું. તે જગ્યા પર કોÂમ્બંગ હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારે પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી હતી.