સુરતનો પરિવાર અંબિકા નદીમાં ડૂબ્યો, પરિવારમાં એક પણ મહિલા ન બચી
સુરત, મહુવાના કુમકોતર સ્થિત જાેરાવર પીરબાવાના દરગાહની મન્નત પૂરી કરવા ગયેલા પરિવારના પાંચ સભ્યો અંબિકા નદીમાં ડૂબી જતાં હાહાકાર મચી ગયો હતો. ડુબેલા પાંચ સભ્યોમાંથી ત્રણની લાશ મળી આવી છે, જ્યારે નવદંપતી હજુ લાપતા છે. દીકરાના એક જ મહિના પહેલા લગ્ન થયા હોવાથી પરિવાર મન્નત પૂરી કરવા માટે આવ્યો હતો.
મન્નત ચઢાવી નવ દંપતી સહિત પરિવાર નદીમાં ન્હાઇ રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના ઘટની હતી. જેને કારણે આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હવે પરિવારમાં ૨ ભાઈ, પિતા અને બાળકો રહી ગયા છે. પરિવારની તમામ મહિલાઓના મોત થયા છે. આ દુર્ઘટનામાં રૂક્ષાનાબી સલીમશા ફકીર(ઉં.વ.૫૫), પરવીનબી જાવીદશા ફકીર(ઉં.વ.૩૦) અને રૂક્ષારબી જાકુરશા ફકીર(ઉં.વ.૨૭)ની લાશો મળી આવી છે.
સુરતના લીંબાયત ખાતે રહેતા આરીફશા સલીમશા ફકીર કાપડ માર્કેટમાં નોકરી કરતો હતો. તેમના લગ્ન એક મહિના પહેલા જ સમીમબી આરીફશા ફકીર સાથે થયા હતા. પરિવારે પુત્રના લગ્નની જાેરાવર પીરબાવાની દરગાહની મન્નત માંગી હતી. જે મન્નત પુરી કરવા માટે રિક્ષામાં મહુવાના કુમકોતર ખાતે પરિવાર સાથે આવ્યા હતા. દરગાહ પર મન્નત ચઢાવીને નવદંપતી સહિત પરિવારના ૧૦ સભ્યો દરગાહ નજીક અંબિકા નદીમાં નહાવા માટે ગયા હતા.
જાેકે, નદીના પાણીમાં નવદંપતિ સહિત પરિવારના ૫ સભ્યો ગરક થઈ ગયા હતા. આ નવદંપતિની પાણીમાં રાત્રે શોધ ખોળ કરવા છતાં ભાળ મળી નથી. આ ઘટનાની જાણ થતાં પિતા અને ભાઈ સુરતથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પરિવારના પાંચ સભ્યો ડૂબી જતાં તેમના આક્રંદથી સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
યુવાન આરીફશા સલીમશા ફકીર નદીના ઉંડા પાણીમાં ડૂબવા લાગતાં દીકરાને ડૂબતો જાેતા માતા રૂક્ષાનાબી સલીમશા ફકીર બચાવવા જતા તે પણ ડુબ્યા હતા. જેથી પત્ની સમીમબી આરીફશા ફકીર બચાવવાની કોશિશ કરી હતી, તે પણ ડૂબવા લાગ્યા હતા. આ સમયે અન્ય હાજર યુવકની ૨ ભાભી પરવીનબી જાવીદશા ફકીર અને રૂકસારની જાકુરશા ફકીર પણ બચાવવા જતા ઉંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. આમ, પરિવારના ૫ સભ્યો પાણીમાં ગરક થયા હતા.
બહાર બાળકો અને ભાઈ જાવીદશા સલીમશા ફકીર જે નદીમાં નહાવા પડ્યા ન હતા. તેમણે બુમાબુમ કરી હતી. પરંતુ ત્યાં કોઈ હાજર ન હોવાથી ૪ મહિલા અને ૧ યુવક ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક અને ફાયરની મદદથી રૂક્ષાનાબી સલીમશા ફકીર (ઉં.વ. ૫૫) અને પરવીનબી જાવીદશા ફકીર (ઉં.વ.૩૦)નો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય ૩ની શોધખોળ કરવા છતાં ભાળ મળી ન હતી.મૃતકના નામ આ પ્રમાણે રૂક્ષાનાબી સલીમશા ફકીર(ઉં.વ.૫૫),પરવીનબી જાવીદશા ફકીર(ઉં.વ.૩૦),રૂક્ષારબી જાકુરશા ફકીર(ઉં.વ.૨૭) જયારે નદીમાં ગુમ થયેલ સભ્યોમાં આરીફશા સલીમશા ફકીર (ઉં.વ.૨૨) સમીમબી આરીફશા ફકીર(ઉં.વ.૧૮)નો સમાવેશ થાય છે.HS