સુરતમાંથી ફસાયેલા લોકોને સહિસલામત સ્થળે ખસેડાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/Ahmedabad-rain-2-1-scaled.jpg)
Files Photo
સુરત: સુરત શહેરમાં ગઈકાલ સાંજથી અતિભારે વરસાદ શરૂ થતા શહેરના મોટાભાગના વિસ્તારોમા પાણી ભરાઈ ગયા છે આ ઉપરાંત ખાડી પણ ઓવરફ્રોલ થતા તેના પાણી આસપાસ વિસ્તારમાં ફરી વળ્યા છે પર્વત પાડીયા વિસ્તારમાં આવેલી સોસાયટીયોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયરબ્રિગેડ વિભાગને જાણ થતા મોટો કાફલો આ વિસ્તારમાં પહોચી ગયો હતો
સૌપ્રથમ માધવબાગ સોસાયટીમાંથી તમામ લોકોને બહાર કાઢી સલાત સ્થળે ખસેડવામાં આવ્યા છે આ તમામ નાગરિકો શ્રમજીવી છે તેવોને આશ્રય આપવામાં આવ્યો છે જીલ્લાના તમામ તાલુકાના ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના પરિણામે કામરેજ ના ચીખલી ગામ બેડમા ફેરવાઈ ગયુ છે અને જીલ્લામા સંખ્યાબંધ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે જેના પરિણામે વાહનચાલકો પણ અટવાઈ ગયા છે .
કરમસદનુ તળાવ ઓવરફ્રોલ થતા ગામમાં પાણી ઘુસ્યા
આણંદ જીલ્લામાં સખત ભારે વરસાદના કારણે સંખ્યાબંધ ગામે સંપર્ક વિહોણા બની ગયા છે અને જળાસયોમાં પાણીની નવી આવક થઈ છે કરમસદ ગામનું તળાવ ઓવરફ્રોલ થતા તળાવનું પાણી ગામમાં ફરી વળ્યુ છે જેના પરીણામે ગામજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.