Western Times News

Gujarati News

સુરતમાં અસામાજિક તત્વોએ છરીની અણીએ લૂંટ ચલાવી

Files Photo

સુરત: સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરત રાવતપુરા વિસ્તારમાં કેટલાક યુવાનો જુગાર રમતા હતા. આ દરમિયાન બે ઈસમોએ ચપ્પુની અણીએ જુગાર રમતા યુવાનોને લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લૂંટ કરવા આવેલો વિક્રમ ગુનાખોરી કરવા માટે પંકાયેલો હોવાની માહિતી મળી છે. ભૂતકાળમાં પણ તેનો એક વીડિયા વાયરલ થયો હતો જેમાં તે જમીન પર થૂંકીને લોકોને તે ચડાવી રહ્યો છે. આ મામલે તેની વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.

સુરત પોલીસની નિષ્ક્રિયતાના પગલે અસામાજિક તત્વોનો જાણે રાફડો ફાટી નીકળ્યો હોય તેવી સતત ઘટનાઓ સામે આવી રહી છે. એવું લાગી રહ્યું છે કે જાણે કે શહેર અસામાજિક તત્ત્વોના હાથમાં છે. હવે વધુ એક આવો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે શહેરના સલાબતપુરા વિસ્તારમાં કેટલાક યુવાનો જુગાર રમી રહ્યા હતા. આ સમયે વિક્રમ ત્યાં પોતાના સાથી સાથે પહોંચ્યો હતો અને જુગાર રમતા યુવાનોને ચપ્પુ બતાવી તેમની પાસેથી રોકડા રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.

આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિએ આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. જે બાદમં આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાય કર્યો હતો. વીડિયો વાયરલ થતા જ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ચપ્પુની અણીએ લૂંટ કરનાર વિસ્તારનો રહેવાસી છે અને ભૂતકાળમાં લિંબાયત વિસ્તારમાં વર્ચસ્વ સ્થાપવા માટે લોકોને જમીન પર થૂંકાવી ત્યારબાદ થૂંક ચટાવવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે સુરતનો લિંબાયત વિસ્તાર છેલ્લા થોડા દિવસોથી અસામાજિક તત્વોના અડ્ડો બની ગયો હોય તેમ એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. હાલ પોલીસે વીડિયો વાયરલ થયા બાદ આ અસામાજિક તત્વને પકડી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આરોપી સામે ભૂતકાળમાં પણ આવા ગુના દાખલ થયેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.