Western Times News

Gujarati News

સુરતમાં આર્થિક તંગીને કારખાનેદારે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

Files Photo

સુરત: કોરોના મહામારી વચ્ચે સતત વેપાર ઉધોગ બંધ રહેતા અને પિતાને પેરાલીસીસ થઇ જતા પરિવારની જવાબદારી માથા પર આવી જતા સતત માનસિક તણાવ અનુભવતા યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. લાકડાઉન બાદ એમ્બ્રોઇડરીનો વેપાર ઠપ થઇ જતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ જતા યુવાને અંતિમ પગલું ભર્યું છે.

મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વાતની અને હાલમાં સુરતના પુણા વિસ્તરામાં આવેલી સીતાનગર સોસાયટીમાં રહેતા દિપક ભીમજીભાઈ ઈટાલીયા લીબાયત વિસ્તરમાં એમ્બ્રોઇડરી મશીન ચલાવતા હતા. જોકે પિતા વેપાર કરતા હતા અને પિતા ભીમજીભાઈને પેરાલીસીસનો અચાનક હુમલો થતા તે પાથરીવસ થયા હતા. જેના કારણે પરિવારની જવાબદારી દીપકના માટે આવી હતી અને તેમાં પણ કોરોના મહામારી સામે આવતા વેપાર ચાલતો ન હતો. આ સાથે પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ થઇ ગયું હતું.

જેને લઇને દિપક સતત માનસિંગ તણાવ અનુભવતો હતો. આર્થિક સંકડામણ ને લઈને સતત ડિપ્રેસનમાં રહેતો દિપક કોરોના મહામારી અને પરિવારની તકલીફને કારણે હતાશ થઈને બે દિવસ પહેલા ઘર નજીક આવેલી રહના સ્કૂલ પાસે આવેશમાં આવી જઈને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.