Western Times News

Gujarati News

બાઇક પર જઈ રહેલા બે યુવાનને અકસ્માત નડતા એકનું મોત

સુરત: સુરતના ઉધના વિસ્તારમાં રહેતા બે યુવાનો આજે પોતાની નોકરી માટેના ઈન્ટરવ્યૂ માટે પોતાની બાઇક પર નીકળ્યા હતા. આ દરમિયાન ઉધના નજીક એક ટેમ્પો સાથે યુવાનોની બાઇક (મ્ૈાી) ધડકાભેર અથડાતા બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બીજી તરફ બાઇક પાછળ સવાર યુવાનને સારવાર માટે નજીકની હૉસ્પિટલ (ૐર્જॅૈંટ્ઠઙ્મ)માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતો. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા પરિવાર બનાવ સ્થળે દોડી ગયો હતો. પુત્રના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બનાવમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત બાદ રોડ પર લોકો એકઠા થઈ ગયા હતા અને ઘાયલ યુવકને સારવાર માટે ખસેડ્યો હતો.

સુરતમાં આજનો દિવસ બે યુવકો માટે ગોઝારો સાબિત થયો છે. ઉધના વિસ્તારમાં આવેલા હરિનગર ખાતે રહેતા યુવાનો આજે પોતાની નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા બાઇક પર સવાર થઈને જઈ રહ્યા હતા. બંને યુવાનો બાઇક લઈને ઘર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તા પર ઊભેલા એક ટેમ્પો સાથે ધડાકાભેર અથડાયા હતા.

અકસ્માતને પગલે બંનેને ગંભીર ઇજા થવા પમી હતી. જાેકે, બાઇક ચાલક શ્યામ કુમાર ગુપ્તાનું ઘટના સ્થળે જ સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. આ દરમિયાન પાછળ સવાર સુરેશ સોનવણેને શરીરે ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવાર માટે સ્થાનિક લોકો નજીકની હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માત લઈને સ્થાનિક લોકોનાં ટોળા એકત્ર થતાં ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. પોલીસ પર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને ટેમ્પો ચાલકની અટકાયત કરી છે. ઘટનાની જણકારી મળતા યુવાનનો પરિવાર પણ ઘટના સ્થળ દોડી આવ્યો હતો. પોતાના જુવાનજાેધ પુત્રનાં મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.