Western Times News

Gujarati News

સુરતમાં ઊંંચા થાંભલા પર ચઢી યુવકે હંગામો મચાવ્યો

સુરત: સુરતના ડિંડોલી વિસ્તારમાં ૨૭ વર્ષનો એક યુવક ૭૦ ફૂટ ઊંચે આવેલા થાંભલે આવેલા ભીના શરીરે પર ચડી હંગામો મચાવ્યો હતો જાેકે આ યુવક પર ચડી ગયો તો તેને લઇને સ્થાનિક લોકોએ પોલીસને ફાયર વિભાગને જાણ કરી હતી ત્યારે ફાયર બ્રિગેડની મદદથી પણ નીચેના ઉતરી શકતા આખરે પોલીસ અને ફાયર વિભાગે દોરડા વડે બાંધી અને પાંચ કલાકની જહેમત બાદ નીચે ઉતારી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં ગઇકાલે રાત્રે હંગામો મચી જવા પામ્યો હતો વિસ્તારના પ્રમુખ પાર્ક સોસાયટી નજીક આવેલા સી.આર.પાટીલ રોડ પરના બ્રિજ પર યુવક ચડી ગયો હતો અને હંગામો મચાવ્યો હતો જાેકે પીલે બ્રિજના રૂપા ૭૦ ફૂટ ઊંચાઈ પર ચડેલા આ યુવકને ઉતારવા માટે સ્થાનિક લોકોએ ખૂબ જ મથામણ કરી હતી.

આખરે આ ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને અને સુરતની ડીંડોલી પોલીસને જાણ કરવામાં આવી ઘટનાની જાણ થતા ફાયર નો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ યુવકને નીચે ઉતારવા પ્રયાસો કર્યા હતા પણ તેમાં નિષ્ફળતા મળતા આખરે પોલીસ અને ફાયર વિભાગના જવાનો દ્વારા દોરડાની મદદથી પિલર પર જઈ પાંચ કલાકની જહેમત બાદ આ યુવકને મોડી રાત્રે ઉપરથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને તેના વિરુદ્ધ ડીડોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જાેકે આ યુવક તેના માટે બ્રિજના પિલર પર ચડી ગયો હતો અને હંગામો મચાવ્યો હતો તે મામલે હજુ કોઈ પણ જાણકારી મળી નથી પણ જે પ્રકારની ઘટના હતી તેને લઈને સમગ્ર વિસ્તાર સાથે ફાયર વિભાગના જવાનો અને પોલીસે પાંચ કલાક કરતાં વધુ મહેનત કરવી પડી હતી. જે રીતે આ યુવકે ટિ્‌વટર પર ચડી ગયા બાદ કર્યો તો તેને લઈને સમગ્ર વિસ્તારમાં મોડી રાત સુધી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જાેકે પોલીસે યુવકની ધરપકડ કરી આ યુવક આ પ્રકારનું કૃત્ય શા માટે કર્યું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.