Western Times News

Gujarati News

સુરતમાં એક જ રાતમાં કોરોનાના ૨૦ દર્દીના મોત

સુરત (ફાઈલ)

અમદાવાદ: સુરતમાં કોરોનાના કેસ એકાએક વધતા તંત્ર એલર્ટ થઈ ગયુ છે. પરિસ્થિતિ ચિંતાજનક બનતા આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિએ સુરત મ્યુનિસિપલ કમિશ્નર અને કલેકટર સાથે તાબડતોબ બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરતને લઈને કેટલાંક મહત્વના નિર્ણયો લેવાય એવી શક્યતાઓ છે. ગઈકાલ રાત્રીના ૧ર વાગ્યાથી અત્યાર સુધીમાં કોરોનાને કારણે ર૦ વ્યક્તિઓના મૃત્યુ થતા તંત્ર દોડતું થઈ ગયું છે. અમદાવાદની માફક સુરતમાં કોરોનાના કેસ વધ્યા છે. તેને પગલે સુરતનું હીરાબજાર બંધ કરી દેવાયુ છે. તો ટેક્ષ્ટાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કોરોનાના કેસોની સંખ્યાનો ગ્રાફ ઉંચે જઈ રહ્યો છે.

દરમ્યાનમાં અનલોક-૧માં બજારો ખુલતા જ સુરતીલાલાઓ જાણે કે કોરોનાને ભૂલી ગયા હોય એમ ખાણીપીણી બજારમાં લોકોની ભીડ ઉમટી રહી છે. બીજી તરફ નાગરીકો સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને રસ્તાઓ ઉપર માસ્ક વિના ફરતા જાવા મળી રહ્યા છે. જ્યારે ટોળે વળતા લોકોને પોલીસ વિખેરી રહી છે. કતારગામ, વરાછામાં કોરોનાના કેસોની સંખ્યા વધી છે.

મહિધરપુરા હીરા બજારમાં કેસો વધતા અહીંયા હીરાબજારને બંધ કરી દેવામાં આવ્યુ છે. જ્યારે આ સમગ્ર વિસ્તારને કલ્સ્ટર ક્વોરન્ટાઈન જાહેર કરી દીધો છે. લોકોને કામ સિવાય બહાર નહીં નીકળવા તંત્રએ અનુરોધ કર્યો છે. દરમ્યાનમાં રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓની ટીમ પહોંચી ગઈ છે.

આજે તબક્કાવાર બેઠક પછી કેટલાંક મહત્ત્વના નિર્ણયો લેવાય એવી વકી છે.  રાજયમાં અમદાવાદ શહેર બાદ હવે સુરત કોરોનાનું મુખ્ય હોટસ્પોટ બનવા લાગ્યું છે ચિંતાની બાબત એ છે કે અમદાવાદ કરતા પણ સુરતમાં કોરોનાના વધુ કેસ નોંધાતા રાજયનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે અને તાત્કાલિક અસરથી સુરતમાં શરૂ કરવામાં આવેલો હિરા ઉદ્યોગ બંધ કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત સરકારે બનાવેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહયું છે આજની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય તેવી શકયતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.