સુરતમાં ઓવરબ્રિજ ઉપર મોતના કૂવાનો ખેલ ખેલાયો
સુરત: સુરત માં છેલ્લા કેટલાક સામેથી કેટલાક યુવાનો પોતાઈ મોટર સાઇકલ સ્ટન્ટ કરતા જાેવા મળ્યા છે ત્યારે સુરતના ચંદ્રશેખ આઝાદ પર ફરી એકવાર રાત પડતા ભેગા થયેલા યુવાનો બાઈક પર સ્ટન્ટ કરી લોકોના જીવ જાેખમ મુક્ત જાેવા મળ્યા છે. જાેકે આવા લોકો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી અનેક વખત મેગ વચ્ચે આ યુવાનો બાઈક સ્ટન્ટ કરતો વિડીયો વાઇરલ થયો છે. સુરતના પોશ વિસ્તારમાં યુવાનો પોતાની મોટર સાઈકલ બેફામ હંકારી સ્ટન્ટ કરતા હોવાને લઈને રસ્તામાંથી પસાર થતા લોકોના જીવ કેટલીકવાર જાેખમ મુક્તા હોય છે
ત્યારે આવા સ્ટન્ટ કરતા યુવાનો સાથે, પોલીસ વિભાગ દ્વારા લાલ આંખ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. જાેકે, પોલીસ ખાસ કરીને આવા બાઈક ચાલકો સામે અનેક વખત કાર્યવાહી કરી છે પણ આવા યુવાનો સુધરવાનું નામ નથી લેતા ત્યારે આજે એક યુવાન બાઈક પર સ્ટન્ટ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે ત્યારે સુરતના રાંદેર અને કતારગામને જાેડતા ચંદ્રશેખર આઝાદ જે જિલાની બ્રિજ તરીકે ઓળખાય છે ત્યાં સાંજ પડતાની સાથે મોટા પ્રમાણ માં યુવાનો એકઠા થઈને સ્ટન્ટ કરતા હોય છે.
જાેકે થોડા સમય પહેલાપણ આ બ્રિજ પર સ્ટન્ટ કરવા જતા આએક યુવાન બાઈક ને અકસ્માત નડ્યો હતો જેમાં યુવાનનું કરુંણ મોત થયું હતું. જાેકે ત્યારબાદ આજે ફરી એજ જગ્યા પર યુવાનો પોતાની મોટર સાઇકલ પર ત્યાંથી પસાર થતા લોકોના જીવ જાેખમ મૂકીને સ્ટન્ટ કરતા જાેવા મળ્યા છે. ત્યારે આ વીડિયો વાયરલ થતાની સાથે પોલીસ વિભાગ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી આ લોકોના જીવ સાથે ચેડાં કરતા યુવાનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. જાેકે આ યુવાનો સ્ટંટ કરતા હતા તે પણ રોંગ સાઈડ પર જેને લઇને રસ્તા પસાર થતા લોકો માટે આ યુવાનો જાેખમ સાથે મુશ્કેલી ઉભી કરી રહ્યા હતા.