સુરતમાં કારચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, મહિલાનું મોત
સુરતમાં રફતારનો કહેર
ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવતાની સાથે જ સરથાણા પોલીસે કારચાલકને ઝડપી પાડ્યો હતો
સુરત, શહેરના સરથાણા વિસ્તારમાં એક કાર ચાલકે બેકાબુ બની ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયાની વિગતો સામે આવી હતી. ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવતાની સાથે જ સરથાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ કારચાલકને ઝડપી પાડ્યો હતો. તપાસ કરતા કારચાલક ગાડીમાં નશાની હાલતમાં હોવાની સાથે નાશો કરવાનો સામાન પણ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના સરથાણા જકાતનાકાથી સરથાણા પોલીસ સ્ટેશન આવતા રસ્તામાં વર્જ ચોક નજીક એક કારચાલક બેકાબુ ગતિએ દોડી આવ્યો હતો અને ત્યાંથી પસાર થતાં મોટરસાયકલ અને રીક્ષાને અડફેટે લીધા હતા. જેને લઇને રસ્તામાં પસાર થતી એક વૃદ્ધ મહિલાને શરીરે ગંભીર ઈજા થઈ હતી. આ મહિલાને સારવાર મળે પહેલા જ તેનું ઘટના સ્થળે મોત થયું હતું.
અકસ્માતના પગલે સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સાથે દોડી આવ્યા હતા અને અકસ્માતની જાણ સુરતની સરથાણા પોલીસને કરતા સરધાના પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કારચાલકને અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી. સ્થાનિક લોકોની વાત માનીએ તો કારચાલક નશાની હાલતમાં હતો અને ગાડીમાંથી નશો કરવા માટે વપરાતું પાણી વેફર અને સોડાની બોટલ પણ મળી આવી હતી.
જોકે મહિલાના મોતને લઈ તેના પરિવાર દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે રિક્ષામાં સવાર એક બાળકને પણ ગંભીર ઇજા પહોંચી છે. જોકે પોલીસને હાલ આ મામલે ગુનો દાખલ કરી કારચાલકની અટકાયત કરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા કારચાલકે બેકાબુ ગાડી ચલાવી એક સાથે બે વાહનોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે.ss1