સુરતમાં કારીગર ૨૦ લાખ રૂપિયાના હીરા લઇને ફરાર
સુરત, શહેરમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધારે એક ચોરીની ઘટના સામે આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં કાપોદ્રા વિસ્તારની ફેક્ટરીમાં ગણતરીના કલાકો પહેલા નોકરીએ લાગેલા રત્નકલાકાર કારખાનામાંથી ૩૯૯ નંગ હીરા જેની સરેરાશ કિંમત ૨૦ લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. જાે કે ચોરી કરીને ભાગતો યુવક કેમેરામાં કેદ થતા સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
સુરતમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધારે એક ચોરીની ઘટના સામે આવતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ હતી. સુરતનાં ઘોડદોડ રોડ પર રહેતા ધર્મેશ વલ્લભ ભડિયાદરા કાપોદ્રાના ક્રિષ્ણા પાર્કમાં રીઝા જેમ્સ એલ.એલ.પી નામની ભાગીદારીમાં પેઢી ધરાવે છે.
કારખાનામાં નિકુંજ સિદ્ધપરા મેનેજર છે. નિકુંજ સિદ્ધપરે ટેલીગ્રામ એપ પર ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત નામના એક ગ્રુપમાં નિકુંજનો ફોન નંબર મળતા પ્રદીપ નામના રત્નકલાકારનો સંપર્ક કરીને પોતાને નોકરીની જરૂર હોવાનું જણાવ્યું હતું. જેથી ૨૪ જાન્યુઆરીએ નિકુંજે પ્રદીપને કારખાને બોલાવ્યો. નિકુંજે આરોપીનો પગાર નક્કી કરતા પહેલા તેનું કામ ચેક કરવા માટે ૪૦૦ નંગ હીરા આપ્યા હતા.
રાત્રે પ્રદીપ પાસે ૪૦૦ હીરા હતા. પ્રદીપનો કારીગર નોકરી પર લાગેલા ગણતરીના કલાકોમાં જ બાથરૂમ જવાનું કહીને ફરાર થઇ ગયો હતો. જેમાં ૩૯૯ હીરા લઇને તે ફરાર થઇ ગયો હતો. આ હીરાની કિંમત આશરે ૨૦ લાખ રૂપિયાની આસપાસ થાય છે. આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. હાલ તો આરોપીને ઝડપી લેવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.SSS