સુરતમાં કાર અકસ્માતમાં ૨ વર્ષના માસૂમ બાળક સહિત બેના મોત
સુરત: ધુળેટીના ઉત્સવ પર સુરતમાં કાર અકસ્માત સર્જાતા એક પરિવારમાં માતમ છવાયો છે. ગત રાત્રીએ સુરતના ટકારા ગામે કાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય લોકોને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જાે કે, અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સુરતના કતારગામથી ઓલપાડના એરથાણ તરફ એક કાર જઈ રહી હતી. તે દરમિયાન ઓલપાડના ટકારમા ગામ નજીક કાર પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં પલટી મારી ગઈ હતી. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળ પર મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં મયુરભાઈ ગાબાણી અને ૨ વર્ષના માસૂમ બાળકનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. જાે કે, આ અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
આ કારમાં સાત લોકો સવાર હતા. જ્યારે કારમાં સવાર અન્ય લોકોને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે સુરતની એક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તહેવાર પર જ બે વ્યક્તિના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણને કારણે સરકારે ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે ધુળેટીની ઉજવણી માટે ફાર્મહાઉસ પર જતા સમયે કાર અકસ્માત સર્જાયો હતો.