સુરતમાં કાળા બજારીયાઓ કરોડોનું અનાજ ચાંઉ કરી ગયા
સુરત: ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં સરકારી અનાજ સગેવગે કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે કોરોના કાળમાં અનાજની કાળાબજારીના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા ત્યારે સુરતમાં પણ કોરોના કાળમાં કરોડોનું અનાજ ચાંઉ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે સુરતમાં ફેક આઈડી બનાવી સરકારી અનાજનો જથ્થાનો બારોબાર વહીવટ કરી દેવામાં આવતો હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો હતો.
અનાજ કૌભાંડ થયાનું સામે આવતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સુરતમાંથી ૬૨ હજાર જેટલા ફેક આઈડીથી અનાજનો વહીવટ કરી દેવામાં આવ્યો છે. ફેક આઈડીથી ૫૨ લાખના ઘઉં અને ૪૪ લાખના ચોખા બારોબારા વેંચી દેવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે.
મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ ક્રાઈમ બ્રાન્ચે આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું જેમાં પકડાયેલા આરોપીઓ પાસેથી
પોલીસે મોબાઈલ-લેપટોપ જપ્ત કર્યા હતા અને જેમાંથી ફેક યુઝરના આઈડી મળી આવતા અનાજને સગેવગે કરવાના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જેમાં હજુ પણ વધારો ગડબડી થયાની શક્યતાઓ સેવાઈ રહી છે.