Western Times News

Gujarati News

સુરતમાં ખેડુતે સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી

Files Photo

સુરત: શહેરના રાંદેર દાંડી રોડ પર આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતા કિરીટ પટેલ નામના ખેડૂતે ગુરૂવારે રાત્રે જમીનના વિવાદમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કિરીટ પટેલે મોટી વેડ ગામની એક કિંમતી જમીન મગન દેસાઇ નામના બિલ્ડર ગ્રુપને ૨ વર્ષ પહેલા વેચાણ કરી હતી. જોકે આ જમીનના રૂપીયા ચુકવવામાં આવ્યા ન હોય આર્થિક ભીંસમાં મુકાયેલા કિરીટ પટેલે ગુરૂવારે રાત્રે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. દુર્લભ પટેલ આત્મહત્યા દુષ્પ્રેરણા કેસને હજી ૧૦ દિવસ થયા છે

ત્યારે શહેરમાં વધુ એક જમીનના વિવાદ સામે આવ્યો છે. કિરીટ પટેલે આત્મહત્યા કરતા પેહલાં સુસાઈડ નોટમાં લખ્યું હતું કે મારી પર લેણદારોનું દબાણ વધી ગયું છે અને મગન દેસાઈ મને મારા રૂપિયા આપતા નથી જેથી હું આ પગલું ભરી રહ્યો છું. સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર રાંદેર સુંદરવન સોસાયટીમાં રહેતા ખેડૂત કિરીટ ડી.પટેલે ગુરૂવારે રાત્રે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા કિરીટ ધીરજભાઇ પટેલે પોલીસને સંબોધીને એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, મારૂ દેવુ વધી ગયું છે.

જેથી હું આત્મહત્યા કરુ છું, મારી પાસે વ્યાજવાળા દબાણ કરે છે. આવી મંદીમાં હું ક્યાંથી પૈસા લાઉં મારે મગન દેસાઇ પાસે પૈસા લેવાના છે. તેનો કેસ ચાલી રહ્યો છે. ગુરુકૂળ ચોકી પર પણ મે બધી સાચી હકીકત લખાવી છે. વ્યાજવાળા મારૂ ઘર પણ લઇ લેવા માંગે છે. મારા ફોનમાં કોલ રેકોર્ડીંગ છે તે તમે સાંભળજો. વ્યાજવાળાના નામ પણ આવી જશે. મારા ઘરવાળાને કોઇ હેરાન ન કરે તે જોજો. ઘણુ લખવાનું છે પણ મારી પાસે સમય નથી. તમે ઇન્ક્‌વાયરી કરી લેજો મને તમારી પર પુરો ભરોશો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.