સુરતમાં ખેતરમાંથી ૭ દિવસનો બાળક મળી આવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Child.jpg)
સુરત, કળિયુગમાં પ્રસિદ્ધ ગુજરાતી કહેવત ‘છોરું કછોરું થાય પરંતુ, માવતર કમાવતર ન થાય’ તે કહેવત ખોટી પડી છે. સુરતમાં ફરી એકવાર માતાએ મમતા લજવી છે. શહેરના ડિંડોલી-સાણીયા રોડ પર આવેલા એક ખેતરમાં સાત દિવસું બાળક મળી આવ્યું છે.
એક ખેતરમાં બાળકને પડેલું જાેઈએ મજૂર મહિલાઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ તો બાળકને ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. બાળકને અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
૧૦૮ એમ્બ્યુલન્સનાં સિસ્ટર ડોક્ટર દ્વારા એમ કહેવામાં આવ્યુ કે, આજે બપોરે અમને ડિંડોલી સણીયા રોડનો કોલ મળ્યો હતો. અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ત્યાં ખૂબ જ ભીડ હતી અને અમે જાેયુ કે એક મહિલા નવાજત બાળકને ખોળામાં લીધુ હતુ ત્યાર બાદ મેં ખોળામાં લઇ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈને આવી. જાે કે, ડોક્ટરે તપાસ કરતા બાળક તંદુરસ્ત છે. તેને હાલ હોસ્પિટલના દ્ગૈંઝ્રેં વોર્ડમાં મુકવામાં આવ્યુ છે.
બાળકનું કોઈ વાલી વારસ મળી આવ્યું નથી. બાળક હેલ્ધી હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે. હાલ બાળકને એનઆઇસીયુમાં દાખલ કરાયું છે. પોલીસે ગુનો નોંધી વાલી વારસને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. નવજાત બાળક કોઈ મજૂર મહિલાનું હોય શકે એવું પ્રાથમિક તારણ કાઢ્યું છે.HS