સુરતમાં ખોદકામ દરમિયાન માટી ધસી પડતાં ૪નાં મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/surat-4-1024x685.jpg)
સુરત, શહેરના મોટા વરાછા વિસ્તારમાં ખોદકામ દરમિયાન માટી ધસી પડતાં ૮ શ્રમિકો દટાયાની ઘટના સામે આવી છે. ચાર શ્રમિકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ મોટા વરાછા વિસ્તારમાં અબ્રામા નજીક સિલ્વાસા પેરેડાઈઝ નામની નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું.
આ દરમિયાન માટી ધસી પડતાં ૮ જેટલા શ્રમિકો દટાયા હતા. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ નવા એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ માટે ખોદકામ દરમિયાન સિમેન્ટની દિવાલ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન માટી ધસી પડતા કામ કરતા શ્રમિકો દટાયા હતા. બનાવ અંગે ફાયરવિભાગ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ૧૦થી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.