સુરતમાં ગાંજાની ડીલીવરી કરવા મહિલાઓ સાથે રાખવાની ટ્રિક ફેઇલ, ૩.૯૦ લાખનાં માલ સાથે ચારની ધરપકડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Drug.jpg)
પ્રતિકાત્મક
સુરત, સુરતમાં સતત ગાંજાની માંગ વધતાં પોલીસ સફાળી થઇ ગઇ છે. અને તેમણે આ દિશામાં કડક કાર્યવાહી શરૂ કરી છે ત્યારે હાલમાં ઓડીશાથી ટ્રેન મારફતે આવતો ગાંજાનો જથ્થો સુરતમાં ડીલેવરી કરવાનો હતો. જે માટે બે પુરુષો મહિલાઓને સાથે લઇને આવ્યાં હતાં.
જેથી તેમનાં પર શંકા ન જાય. આ મામલે પોલીસે બાતમીને આધારે કડક તપાસ અને સધન પુછપરછ કરતાં તેમની પાસેથી ૩.૯૦ લાખનાં ગાંજાની સાથે કૂલ ૪.૨૭ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે તેમને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરતમાં નશીલા પદાર્થોની સતત માંગ વધી રહી છે ત્યારે સૌથી વધુ માંગ ઓડિશાથી ટ્રેન મારફતે આવતા ગાંજાની સૌથી વધુ છે ત્યારે ત્યારે નશીલા પદાર્થોને લઈને સુરત પોલીસે લાંબા સમયથી શરૂ કરી છે અને તાજેતરમાં જ એક કરોડ કરતાં વધુનો ગાંજા સાથે આવતા એક વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો હતો.
પોલીસ ગાંજાના જથ્થાને છેલ્લા ઘણાં સમયથી પકડી રહી છે જેથી ગાંજાની હેરાફેરી માટે તસ્કરોએ નવો રસ્તો અપનાવ્યો છે ટ્રેન મારફતે ગત રોજ ઓડીશાથી ગાંજાનો જથ્થો સુરતમાં લાવી ડિલિવરી કરવાની હતી. પણ પોલીસે તેમને મળેલી બાતમી અનુસાર આ લોકોની ધરપકડ કરી લીધી હતી. આવેલા ચારને એસઓજીએ બાતમીનાઆધારે પકડી પાડી ૩.૯૦ લાખના ગાંજા સાથે ૪.૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીઓની ઓડીશાથી ચાલતી નાર્કોટીક્સની પ્રવૃતિ બાબતે ઉંડાણપૂર્વકની પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું છે કે, સુરત શહેરમાં આસાનીથી ગાંજાનો મોટો જથ્થો ઘૂસાડી શકાય તેમ ન હોય. જેથી ઓડીશા ખાતેથી ગાંજાનો જથ્થો મંગાવતા વોન્ટેડ આરોપીએ પકડાયેલા આરોપીઓ હનુમાન ગોપીનાથ બહેરા, પ્રતિમા હનુમાન બહેરા, કલ્પના બુલ્લા જનાર્દન સ્વાંઈનાઓને પૈસા આપવાની લાલચ આપી ત્રણેય આરોપીઓને ગાંજાના મોટો જથ્થા સાથે ટ્રેનમાં જવા-આવવાની વ્યવસ્થા કરી આપી હતી.
કોઈને શંકા ન જાય તે માટે સ્ત્રીઓને સાથે રાખી સામાનમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખી મુખ્ય આરોપી કાલીયા ઉર્ફે રામ ગોબિંદા સુરતમાં ડિલિવરી કરવાની હોવાનું જણાવ્યું હતું.
પકડાયેલા આરોપી વધુમાં પોલીસને જાણકારી આપી હતી કે સુરતમાં ગાંજાે ઘૂસાડવાનું નેટવર્ક કડક બની જતા પૈસા આપવાની સાથે આવવા-જવાની ટિકિટ સહિતની સુવિધાઓની લાલચ આપવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસનો રેલો ઓડિશા સુધી લબાવાની તૈયારી પણ કરી રહી છે.HS