Western Times News

Gujarati News

સુરતમાં ગુજરાતનું સૌથી મોટુ ગાંજાનું નેટવર્ક – ૧.રપ કરોડનો ૧ર૦૦ કિલો ગાંજાે પકડાયો

પલસાણાના સાંકી ગામના શ્રી એપાર્ટમેન્ટમાં એસઓજીની રેડઃઓડિશાના ગંજામથી ટ્રાન્સપોર્ટની ટ્રકોમાં ગાંજાનો જથ્થો લવાતો હતોઃએક ઝડપાયો

(એજન્સી)સુરત, સુરત નજીક પલસાણા તાલુકાના સાંકી ગામે આવેલા શ્રી એપાર્ટમેન્ટમાં એસઓજીની ટીમે છાપો મારીને રૂા.૧.રપ કરોડની કિંમતના ૧ર૦૦ કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. ગાંજાનો જથ્થો સુરત, ભરૂચ અને વડોદરા સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં સપ્લાય કરતા હોવાનો પર્દાફાશ થયો છે. ગુજરાતમાં ગાંજાનુૃ સૌથી મોટુ નેટવર્ક હોવાનું જણાય છે.

સુરત જીલ્લા એસઓજીના હેડ કોન્સ્ટેબલ જગદીશ કામરાજ અને રોહિતને મળેલી બાતમી અનુસાર શુક્રવારે સાંકી ગામે રાજમંદિર વિસ્તારમાં આવેલા શ્રી એપાર્ટમેન્ટમાં રેડ કરી હતી. પોલીસે આખા એપાર્ટમેન્ટને કોર્ડન કરી છાપો મારતા એક ફલેટમાંથી અંદાજી ૧ર૦૦ કિલો ગાંજાે કે જેની કિંમતરૂા.૧.રપ કરોડનો જથ્થો થવા જાય છે.

પોલીસે ફલેટમાં બિંકાસ નામના શખ્સને પકડી લઈને પૂછપરછ હાથ ધરી છે. પોલીસે ૩ર ગુણમાં ભરેલો ગાંજાના જથ્થાનં એફએસએલ પાસે પૃથ્થકરણ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

બિંકાસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યુહ તુ કે ઓરિસ્સાના ગજામથી ટ્રાન્સપોર્ટની એલગ અલગ ટ્રકોમાંં ગાંજાનો જથ્થો ગુણોમાં પેકીંગ કરીને લાવતા હતા. અને ઓર્ડર મુજબ ફલેટમાં અલગ અલગ પેકીંગ કરી સપ્લાય કરવામાં આવતો હતો.

બિંકાસની સાથે અન્ય બે શખ્સો પણ ગાંજાે સપ્લાયના નેટવર્કમાં સામેલ છે. જે બંન્નેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
મુખ્ય સુત્રધાર પકડાયા બાદ ગાંજાે સપ્લાયની આખી ચેઈન ખુલી શકેે એમ છે. સાંકી ગામે ત્રણ દિવસ અગાઉ ગાંજાનો મોટો જથ્થો સંગ્રહ કરીને સુરત શહેર ભરૂચ અને વડોદરા સુધી ઔદ્યોગિક વિસ્તારમાં સપ્લાય કરતા હતા.

ગુજરાતમાં ગાંજા સપ્લાયનું સૌથી મોટુ નેટવર્ક ઝડપાયુ છે. આ લખાય છે ત્યાં સુધી રાત્રીના સમયે પોલીસે ગાંજાના જથ્થા અંગે એફએસએલની ટીમ સાથેેે જરૂરી કાર્યવાહી કરી પલસાણા પોલીસમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ગાંજાે ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તારમાં સપ્લાય કરી ત્યાંથી વિતરણ થતુ હોવાના આખા નેટવર્કનો પર્દાફાશ કરવામાં પોલીસને સફળતા મળશે એમ જણાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.