સુરતમાં ગુટખાની પીચકારી ઉડતા થયેલા ઝઘડામાં વેપારીની હત્યા કરાઈ

સુરત: લોટની ઉઘરાણી માટે રિક્ષામાં નીકળેલા વેપારીને મોટા વરાછામાં ગુટખા ખાઇ ચાલુ રીક્ષાએ પીચકારી મારતા મોપેડ સવાર પર પડતા થયેલા ઝઘડામાં ચાર યુવાનો દ્વારા લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. જેમાં વેપારીને ગાંભીર ઇજા થઈ હતી. જોકે, ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હાૅસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માથામાં થયેલી ગંભીર ઇજાને પગલે સારવાર દરમ્યાન મોત થતા અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે. મારમારીમાં ગતરોજ એક હત્યા બાદ આજે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતના અમરોલી ગુ.હા. બોર્ડ નજીક રિલાયન્સનગરમાં રહેતો અને અનાજના લોટનો ધંધો કરતા આનંદ ઉર્ફે રાજારામ રામોદર ખરવર રવિવારે પોતાની જ સોસાયટીમાં રહેતા બે મિત્ર વિક્કી મોવાજી ચૌધરી અને પ્રિતમ સાથે તેઓ ધંધાકીય ઉધરાણી માટે ઓલપાડના ઉમરા ગામ ખાતે ઓટો રીક્ષામાં ગયા હતા. જયાંથી તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે આનંદ ઉર્ફે રાજારામ ચાલુ રીક્ષાએ ગુટખા ખાઇ પીચકારી મારી હતી અને તે પાછળ મોપેડ પર આવી રહેલા બે મિત્રો પર પડી હતી.
જેથી મોપેડ સવાર બે અજાણ્યા યુવાનોએ રીક્ષા અટકાવી આનંદ અને રાજારામને ગાળો આપી હતી પરંતુ રાજારામે પોતાની ભુલ સ્વીકારી સોરી કહી માફી માંગી લીધી હતી. મોપેડ સવાર વિક્રમ અને નવીન પર ઉડતા તેણે પીછો કર્યો હતો. આ દરમિયાન પોતાના મિત્ર આકાશ અને હિતેશને ફોન કરીને બોલાવ્યા હતા. જોકે, તે સમયે રાજારામ બંન્ને મિત્રો સાથે ઓટો રીક્ષામાં ઘર તરફ જઇરહ્યા હતા. ત્યારે પીછો કરી મોટા વરાછા જ્યુબીલી ગાર્ડન નજીક દરબાર ફળિયા પાસે પોંહચતા તેમને અટકાવ્યા હતા.
ત્રણ યુવાન પર લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. જેમાં ત્રણ માંથી અનંતકુમાર માથામાં લાકડાનો ફાટક સાથે અનંતકુમારને ઢોર મારમાર્યો હતો. બાદમાં તેઓ નાસી ગયા હતા. જ્યારે અનંતકુમાર ઘરે પહોંચ્યા બાદ તેને પીડા ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ગતરોજ સવારે તેનું મોત થયું હતું.જયારે વિક્કી અને પ્રિતમને સામાન્ય ઇજા થઇ હતી. ઘટના અંગે અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં લાકડાના ફટકા મારનાર ચાર પૈકી આકાશ નામનો રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે.