સુરતમાં ગૌવંશ ભરેલો ટેમ્પો પલટી ગયોઃ બે શખ્સને પકડી લેવાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
સુરત, વડોદરામાં માંજલપુરમાં રહેતા નેહાબેન પટેલ વડોદરામાં પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના સેક્રેટરી છે. સવારે તેમણે જહાંગીરપુરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી ગતરોજ તેમને બાતમી મળી હતી કે એક જીજે-૧૯-એકસ-૭૮૭૧ નંબરની પીકઅપ ગાડીમાં ગાયોને ભરી સુરતના ભાઠેના વિસ્તારના કતલખાને લઈ જવાય છે.
જે બાતમીના આધારે સવારે ઓલપાડ રોડ પર ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી. ટેમ્પો ચાલક ટેમ્પો પુરઝડપે ભગાવતા ગૌરક્ષકોએ ટેમ્પાનો પીછો કર્યો હતો. જહાંગીરપુરા સારોલી બ્રીજથી આગળ ટેમ્પો ચાલકે રોંગ સાઈડ હંકારતા ટેમ્પો ઈસ્કોન સર્કલ પાસે અથડાતા પલટી ખાઈ ગયો હતો.
પોલીસે ટેમ્પોમાં સવાર મોહમ્મદ સઈદ ઉર્ફે બાબા અબ્દુલ હકીમ શેખ (રહે. રાબિયા એપાર્ટ, ગોલકીવાડ, સંગરામપુરા, સુરત) અને નઈમ સલીમ શેખ (રહે. ભાઠેના ર, ગરીબ નવાઝ મસ્જિદની પાછળ, સલાબતપુરા)ને ઝડપી લીધા હતા પોલીસે ૧૧ અબોલ જીવ મળી આવ્યા હતા બે ગાયને ઈજા થવા પામી છે. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.