સુરતમાં ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં એમઆરનો મૃતદેહ મળ્યો

સુરત, સુરત વરાછામાં એક સ્ઇ ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ પ્રકરણમાં યુવકે માતા-પિતાની ગેરહાજરીમાં આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. પ્રેમિકા સાથે વીડિયો ચેટીંગ દરમિયાન મનદુઃખ થતા આપઘાત કર્યો હોવાની પણ વાતો બહાર આવી રહી છે. જાેકે તપાસ અધિકારી એએસઆઇ સતિષભાઈ હજી તપાસ ચાલી રહી હોવાનું જણાવી રહ્યા છે.
સતિષભાઈ (એએસઆઇ વરાછા પોલીસ સ્ટેશન) એ જણાવ્યું હતું કે ઘટના શુક્રવારની બપોરની છે. સાંજે મૃતક યુવકના બનેવી ને જાણ થતાં સ્મીમેર હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં યુવકને મૃત જાહેર કરાયો હતો. મૃતક યુવક મેડિકલ રી-પ્રેઝન્ટેટિવ હોવાનું જાણવા મળ્યું છે. આપઘાતનું કોઈ કારણ બહાર આવ્યું નથી. ઘટના સમયએ મૃતક ના પરિવારજનો વતનમાં લગ્ન માટે ગયા હતા.
મૃતકના પરિવારમાં માતા-પિતા અને ચાર બહેનોનો એકનો એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. એકના એક દીકરાના આપઘાતની ખબર પડ્યા બાદ પ્રસંગ માતમમાં ફેરવાય ગયો હોય એમ કહી શકાય છે. હાલ તપાસ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર યુવકે પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. પ્રેમિકા સાથે વીડિયો ચેટીંગ દરમિયાન મનદુઃખ થતા યુવક આપઘાત સુધી પહોંચ્યો હતો. જાેકે પોલીસ ઘટનાના ૨૪ કલાક પછી પણ આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકી ન હોવાનું જાણવા મળ્યું છે.HS