સુરતમાં ચડ્ડી બનીયાન ગેંગે કારખાનામાં હાથ સાફ કર્યો
બારડોલી: સમગ્ર રાજ્યના જુદા જુદા ખૂણે ચોરી માટે પંકાયેલી અને અલગ પ્રકારની ચોરીની મોડ્સ ઓપરેન્ડી ધરાવતી ચડ્ડી બનીયાનધારી ગેંગ ફરી સક્રીય બની છે. આ ગેંગે આ વખતે સુરતના એક કારખાનાને નિશાન બનાવ્યું છે.જાેકે, ચોરીની ઘટનાનો સમગ્ર વીડિયો કંપનીની ઑફિસના સીસીટીવીમાં કેદ થઈ જતા મામલો સામે આવ્યો છે.
આ ગેંગના કેટલાક સભ્યો રોકડ ઉઠાંતરી કરતા આબાદ ઝડપાઈ ગયા છે. બનાવની વિગતો એવી છે કે સુરતના પીપોદ્રા જીઆઈડીસીમાં આવેલી રોનક ઇન્ડસ્ટ્રીમાં ગત રાત્રિના ચડ્ડી બનીયાન ગેંગ ત્રાટકી હતી. આ ગેંગે રોનક ઇન્ડસ્ટ્રીની ઑફિસનો દરવાજાે તોડી અને અને અંદર જઈને હાથ સાફ કર્યો હતો. જાેકે, સમગ્ર ઘટના કંપનીની ઑફિસમાં રહેલા સિક્યોરિટી કેમેરામાં કેદ થઈ જતા ભાંડો ફૂટયો હતો. ચડ્ડી બનીયાન ધારી ગેંગના સભ્યોએ ઇન્ડસ્ટ્રીની મુખ્ય ઑફિસમાં પ્રવેશ મેળવી અને ચોરી કરી હતી.
જાેકે, તેમને જાણ નહોતી કે કંપનીમાં નાઇટ વિઝન કેમેરા લાગેલા છે. જેના કારણે તેમની ચોરીની ઘટનાનો વીડિયો કેપ્ચર થઈ ગયો હતો. ચડ્ડી બનીયાન ધારી ગેંગ અગાઉથી રેકી કરી અને આસપાસના વિસ્તારોમાં મજૂર તરીકે ઉંઘી જાય છે અને રાતના સમયમાં ચોરી કરીને ફરાર થઈ જાય છે. આમ આ કારખાનામાં પણ ચોરી કરતાં પહેલાં ગેંગે તેમને નિશાન બનાવી હોય તેવી શક્યતા છે.
આ ચોરીમાં ચડ્ડી-બનીયાન ધારીગેંગ દ્વારા પીપોદ્રા જીઆઈડીસીની રોનક ઇન્ડસ્ટ્રીમાંથી ૧.૭૫ લાખ રોકડા અને ચાંદીની લકીની ચોરી કરી લેવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. દરમિયાન વહેલી સવારે ઑફિસ આવેલા સ્ટાફે આ મામલે તપાસ કરતા ઘટનાની પુષ્ટી થઈ હતી. કંપનીના સંચાલકોએ ચોરીની ઘટના અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને તેના આધારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હવે પોલીસ આ મામલે કેવી રીતે ચોરોનો ઝડપી પાડે છે તે જાેવું જ રહ્યું.