સુરતમાં ચાની કીટલી બહાર યુવક ઉપર જીવલેણ હુમલો
યુવકને જાહેરમાં ચપ્પુના ચારથી પાંચ ઘા મારી યુવકને અધમરી હાલતમા મુકી હુમલાખોરો ભાગી ગયા હતા
સુરત, સુરતમાં ક્રાઈમનો રેટ દિવસેને દિવસે વધી રહ્યો છે. અને ખાસ કરીને હવે કર્ફ્યુંના સમયમાં જ ચોરી, લુંટફાટ, હત્યા જેવી ઘટનાઓ વધી રહી છે. ત્યારે ડીંડોલીમાં ફરી એક વાર ખૂની ખેલ ખેલાયો હતો. છેલ્લા ઘણા સમયથી ચાલતા અણબનાવને લઈ એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયા હતા.
બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાની કોશિશ સુરત શહેરમાં આસામાજીક તત્વોએ જાણે શહેર ને લોહી લુહાણ બનાવા માંગતા હોય તેવુ લાગી રહ્યુ છે. છેલ્લા અમુક દિવસ થી બની રહેલી ઘટનાઓ જેમ કે હત્યા , હત્યા ની કોશિશ , લૂંટ , વાહન ચોરી , મોબાઇલ સ્નેચિંગ જાણે સુરત પોલિસ માટે રોજિંદુ થઈ ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે .
આસામાજીક તત્વો માટે શું કર્ફયુ અને શુ રોજિંદુ જીવન એમને તો ફકત એમના ગુનાહિત મનસુબા ને પાર પાડવું જ જાણે તેમનું ધ્યેય બની ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ પવેલિયન પ્લાઝામા ગોપાલ મટકા ચા નામની દુકાન પાસે એક યુવકને જાહેર મા ચપ્પુના ચાર થી પાંચ ઘા મારી યુવકને અધમરી હાલતમા મુકી હુમલાખોરો ભાગી ગયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઇજા પામનાર અને હુમલાખોરોની છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો ત્યારે જેને લઈને આ તમામ લોકો એક સાથે ભેગા થઈ ગયા હતા. જે પૈકી બે ઇસમોઍ એક ઇસમની ઉપર તિક્ષણ હથીયાર વડે તુટી પડ્યા હતા અને ચપ્પુના ચારથી પાંચ ઘા મારી ઘટના સ્થળે થી ભાગી છુટ્યા હતા.
ત્યારબાદ આ સમગ્ર ઘટના પોલીસની જાણ થતા ડીંડોલી પોલીસની કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જાણ ડીંડોલી ઉલ્લેખનીય છે કે ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં થોડા દિવસ અગાઉ વાયરલ થયેલા વિડિયોમાં ખુલ્લી તલવારો લઈ જાહેરમાં ફરતા ઇસમોમાથી હજી અમુક ઇસમો પોલીસ પકડથી દુર છે ત્યારે ફરી એકવાર ખુની ખેલ ખેલાતા ડીંડોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી.