સુરતમાં જમતાં જમતાં બે સિક્યુરિટી જવાનો વચ્ચે થયો ઝઘડો, મિત્રએ જ કરી મિત્રની હત્યા
સુરત: શહેરનાં સારા ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષમાં રહેતા સિક્યુરિટી ગાર્ડ સાથે તેનો એક મિત્ર જમવા આવ્યો હતો. ત્યારે જ બોલાચાલી બાદનાં ઝઘડામાં એક મિત્રએ બીજા મિત્રને ચપ્પુનાં ઘા મારી હત્યા કરી નાંખતા ચરચાર મચી ગઇ હતી. જે બાદ પોલીસે હત્યામાં યુવાનની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે ત્યારે દરરોજ ગંભીર પ્રકરના ગુના સામે આવી રહ્યા છે. તેમાં પણ હત્યાની ઘટના સૌથી વધુ બની રહી છે. ત્યારે સુરતનાં સૌથી પોઝ ગણાતા સિટીલાઈટ વિસ્તારમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જેને લઇને ચકચાર મચી જવા પામી હતી. આ વિસ્તારમાં આવેલા મહારાજા કોપ્લેક્સ ખાતે સિક્યુરિટી તરીકે કામ કરતા અનિય યાદવ સાથે તેના વતનનો અને તેનો અન્ય જગ્યા પર નોકરી કરતો મિત્ર તેની સાથે રહેતો હતો.
ગતરોજ આ બંનેવ મિત્ર જમવા બેસેલા હતા. તે સમયે જમવા બાબતે શરૂ થયેલો ઝગડો જાેતજાેતામાં ઉગ્ર બન્યો હતો અને કોમ્પલેક્ષના ઉપરના માળે આવેલા રૂમનો ઝગડો જાેત જાેતામાં કોપ્લેક્સના નીચેના ભાગે પોહચ્યો હતો.
આ ઝગડામાં આવેશમાં આવેલા યુવાને અનિલ યાદવને ચપ્પુના ઘા મારતા અનિય યાદવને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડે તે પહેલાં અનિય યાદવાનું કરુણ મોત થયું હતુ. જાેકે આ ઘટના બનતાની સાથે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવને પગલે નજીકમાં રહેલા લોકો દોડી આવીને હત્યા કરનાર સિક્યુરિટી જવાનને ઝડપી પાડી ઘટનાની જાણકારી ઉમરા પોલીસ આપવામાં આવતા પોલીસ તત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવીને હત્યા કરનાર યુવાનની અટકાયત કરી. આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.