સુરતમાં જમીન વિવાદમાં સાઢુએ સાઢુની હત્યા કરી દીધી
સુરત, સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે જેમાં ત્રણ દિવસમાં હત્યાની ચોથી ઘટના સામે આવી છે ગત મોડી રાત્રે શહેરના ઉધના વિસ્તારમાં જમીનની તકરારમાં સાઢુભાઇએ સાઢુભાઇનું ગળુ કાપી હતી કરી તેની લાશ કોથળામાં મુકી ફરાર થઇ ગયો હતો.જાેકે ઘટનાની જાણકારી મળતા પોલીસ બનાવ વાળી જગ્યા પર પહોંચી અને તપાસ શરૂ કરી હતી.જાે કે હત્યા કરનાર આરોપી વતન ભાગી ગયો હોવાની આશંકાને લઇને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મૃતક મૂળ ઓરિસ્સાનો વતની કંદરપા પ્રધાન હોવાનું સામે આવ્યું છે.જાે કે આ યુવાનની હત્યા લીબાયતમાં રહેતા તેના સાઢુ ભાઇ મિત્તુ બટુક પ્રધાન દ્વારાકરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે બંન્ને સાઢુભાઇ વચ્ચે વતન ઓરિસ્સા ખાતે આવેલી જમીન મુદ્દે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો બુધવારે મિત્તુ જમીન મુદ્દે વાત માટે કંદરપાના ઘરે જતાં બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો.
કંદકપાએ મિત્તુ પર ચાકુથી ઘા કરીને ગળુ કાપી નાખ્યું હતું બાદમાં લાશને કોથળામાં બાંધીને ત્યાંજ મુકી રૂમ બંધ કરીને નાસી ગયો હતો પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.HS