સુરતમાં જાણીતા જીમ ટ્રેનરનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો
સુરત: સુરતના અડાજણ ખાતે આવેલ સ્નેહ સંકૂલની વાડી પાસેથી એક ગાડીમાં લાશ મળી આવ્યાની વિગતો મળતા પોલીસ તાતકાલિક બનાવ વળી જગ્યા પર દોડી જતા ગાડીમાંથી એક બોડી બિલ્ડરની લાશ મળી આવી હતી. જોકે પોલીસને ગાડીમાંથી ઈંજેક્સન સાથે નશીલા પદાર્થો પણ મળી આવ્યા હતા. જોકે મરનાર વ્યક્તિનું નામ મેજલ કેરીવાળા હોવાં સાથે ઉધના વિત્તરમાં જિમ ચલાવતો હોવાનું સામે આવ્યુ હતું. જોકે ઘટનાના પગલે સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામી હતી. સુરત માં મોડી રાત્રે સ્ટેટ લેવલે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં વિજેતા બનેલા અને ઉધનાના જીમ ટ્રેનર અડાજણ આનંદ મહલરોડ પર સ્નેહ સંકુલવાડી નજીક પોતાની કારમાં મૃત અવસ્થામાં મળી આવતા ચકચાર મચી હતી.
પાલનપુર જકાતનાકાની કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહેતા મેજલ કૃષ્ણકાંત કેરીવાળા પોતાની હોન્ડા કારમાં ૧૧ વાગ્યા મૃત મળી આવ્યા હતા. જેને પગલે અડાજણ પોલીસ દોડતી થઈ હતી. કારમાંથી ઇન્જેક્શન અને અન્ય નશાકારક દ્રવ્ય પણ મળી આવ્યું હતું જોકે પોલીસે બનાવ ની જગિયા પાર તપાસ કરતા અનેક વિગતો સામે આવી છે પ્રાથમિક તપાસમાં મારનાર ઉધનામાં પોતાના જીમમાંથી મોડી સાંજે હોન્ડા કારમાં નીકળેલો મેજલનો રસ્તામાં કોઈક સાથે અકસ્માત થયો હોય એમ એક બાજુનો કાચ પણ તૂટેલો હતો.
અડાજણમાં સ્નેહ સંકુલ વાડી સામે જયાં કાર પાર્ક હતી ત્યાંથી ૫૦૦ મીટરના અંતરે એક હોસ્પિટલ પણ છે. શક્ય છે કે, મેજલ હોસ્પિટલમાં સારવાર માટે પણ જનાર હોય પણ કારમાંથી ઉતરીને જઈ શક્યો ન હોય એવુ અનુમાન પોલીસે લગાવ્યું છે. જોકે પોલીસે વધુ તપાસ કરતા મરનાર મેજલે ઉધના ત્રણ રસ્તા ખાતે ઉડીપી રેસ્ટોરન્ટ સામે ઓક્ટોબર ૨૦૧૮માં બોડી બેલેન્સ જિમ ચાલુ કર્યું હતું. સોશિયલ મીડિયા પર પોતે મૂળ થાણેનો હોવાનું લખ્યું હતું. ડિસેમ્બર ૨૦૦૮માં લગ્ન થયા બાદ બે સંતાનનો પિતા હતો. હોવાનું અમે આવ્યુ છે જોકે મામલે આ બોડી બિલ્ડર ની હત્યા ચ એક પછી આત્મા હતા કે વધુ પડતા નશાના ઓવર ડોઝ ને લઈને તેનું મુત્યુ થયું છે આ તમામ મૂળાને ધ્યાને રાખીને પોલીસ મારનાર ની બોડી પીએમ માટે મોકલી આપી છે. અને પીએમ રિપોર્ટ બાદ આગળ ખબર પડશે પણ હાલ માં તો અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ સાહરુ કરી છે.