સુરતમાં જીજાજીએ સાળીને ભગાડીને લગ્ન કર્યા
સુરત, આજના સમયમાં લગ્નેતર સંબંધો સામાન્ય બનતા જઈ રહ્યા છે. દરરોજ આ પ્રકારની ઘટના સામે આવી રહી છે, જેનાથી સામાજિક વ્યવસ્થા પણ જાેખમમાં મુકાઈ શકે છે. તેવામાં લગ્નેત્તર સંબંધનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જાેકે આ કિસ્સાએ સંબંધોની મર્યાદાને વટોવી દીધી છે.
જેમાં મોટી બહેનના સંસારમાં આગ ચાંપીને નાની બહેને પોતાનો સંસાર માંડ્યા છે. સુરતના સચિન વિસ્તારમાં રહેતી ધો ૧૦માં અભ્યાસ કરતી સગીરાને મોબાઈલ પર વાત કરતા કરતા પોતાના સગા જીજાજી પ્રેમ થઈ ગયો. સગીરા પ્રેમમાં એટલી તો આંધળી બની કે તેને પોતાની સગી બહેનનો સંસાર ઉજાડ્યો અને પોતાના જીજાજી સાથે ભાગી ગઈ.
તો બીજી તરફ બે સંતાનનો પિતા એવો જીજાજી પણ પોતાની નાની બહેન સમાન સાળી સાથે ભાગ્યો અને બંનેએ લગ્ન કરી તમામ મર્યાદ પણ ઓળંગી લીધી. જાેકે સુરત પોલીસ બંનેને છેટ બેંગલુરુથી ઉઠાવી લાવી. ત્યારે સગીરાના ચોંકવાનારા ખુલાસા સાંભળીને તબીબો પણ ચોંકી ઉઠ્યા.
સ્થાનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો અનુસાર સગીરાને જ્યારે તબીબી તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લવાઈ ત્યારે તેણે ડોક્ટરને કહ્યું મુઝે ચેકઅપ નહી કરાના હૈ, મેડમ મેં ને તો અપની મરજી સે ભાગ કર જીજાજી સે શાદી કર લી હે,, ઔર મેરે ઉનકે સાથ ફિઝિકલ ભી હો ચૂકી હું…,
આ સાંભળી ડોક્ટર પણ ચોંકી ગયા હતા. જાેકે તેનાથી આગળની વાત સગીરાએ જે કરી તે વધુ ચોંકવાનારી હતી. સગીરાએ કહ્યું કે હમ રોજ મોબાઈલ પર વીડિયો કોલિંગ સે બાત કરતે થે, મુજે બહુત અચ્છા લગતા થા, બસ મેં ઉનકે બીના નહિ રહ શકતી જે સાંભળીને ડોક્ટર અવાચક થઈ ગયા હતા. આ અંગે સગીરાનાં ભાઇએ જણાવ્યું કે, નાની બહેન ઘરમાં બધાની લાડકી છે. પિતાની બુટ- બ્રોડરીનો કારીગર છું.