સુરતમાં જુગારના બે અડ્ડાઓ પર પોલીસની રેડ, 17 જુગારીઓ ઝડપાયા
મહિધરપુરામાંથી સાત જુગારીઓ પાસેથી ૩૪ હજારનો જયારે જહાંગીરપુરામાંથી ૧૦ જુગારીઓ પાસેતી ૨.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
સુરત, બેગમપુરા અલ્લાયાની વાડીમાં અને જહાંગીરપુરા વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર ગઈકાલે પોલીસે રેડ પાડી જુગાર રમતા ૧૭ જણાને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા ૨.૬૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ પીસીબીના ગઈકાલે સાંજે પોણા પાંચેક વાગ્યે મળેલી બાતમીના આધારે બેગમપુરા અલ્લાયાની વાડીના ઍક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર રેડ કરી હતી. પોલીસે ત્ંયાથી જુગાર રમતા વિનોદચંદ્ર જુગલિકશોર ચપળીયા, વિજય પીપવાલા, સંજકુમાર છોટાલાલ પટેલ, દિપક ગજ્જર, સુનિલ બીબીન પટેલ, ભરત કસબવાલાને ઝડપી પાડ્યા હતા.
પોલીસે તેમની પાસેથી અંગઝડતીના અને દાવ પરના મળી કુલ્લે રૂ.૩૪,૧૪૦ની મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જહાંગીરપુરા પોલીસે પણ તેમના વિસ્તારમાં મોટા પાયે ચાલતા કોસાડ આવાસના સબીર યાકુબ પટેલની જુગારની કલબમાં રેડ પાડી હતી.
પોલીસે ત્યાંથી જુગાર રમતા સાજીદ સુલમાન પટેલ, સુનીલ ધનસુખ પટેલ, સૈયદ જાકીરï સતીર સૈયદ, રાજેશ ગુ. મોહમ્દ ઈશાદ ઉર્ફે ઈમરાન અબ્દુલ મેમણ, અલી મોહમંદ ઈસ્માઈલ શેખ, રાહુલ કિશોર વાઘેલા, હારૂન અનવર દાઉરી. રાહુલ ગોસાઈ, મહેન્દ્ર પ્રજાપતિને ઝડપી પાડ્યા હતા.
પોલીસે જુગારીઓ પાસેથી અંગ ઝડતીમાંથી રૂપિયા ૧,૩૦,૯૦૦, દાવ ઉપરના રૂપિયા ૩૦,૮૦૦, મોબાઈલ નંગ-૧૩ મળી કુલ રૂપિયા ૨,૨૬,૨૦૦નો મુ્દામાલ કબજે કર્યો હતો. જાકે પોલીસની રેડમાં જુગારની કલબ ચલાવતા બસરી યાકુબ પટેલ પોલીસની રેડ જાઈને ભાગી છુટવામાં સફળ રહેતા તેને વોન્ટેડ બતાવ્યો છે.