સુરતમાં જ્વેલર્સના શો-રૂમ પર ફાયરિંગ થતાં દોડધામ

Files Photo
સુરત, સુરત શહેરમાં ગુનાખોરીમાં સતત વધારો થઇ રહ્યો છે ક્યારેક માસુમ બાળકીઓ ઉપર બળાત્કાર તો ક્યારેક લુંટ અને હત્યા જેવા બનાવો બનતા રહે છે. ગત રોજ સાંજના સમયે શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા સુખરામ જ્વેલર્સના શો-રૂમ પર ફાયરિંગની ઘટના સામે આવી છે.
અજાણ્યા ઇસમ દ્વારા જવેલર્સના શો-રૂમના કાચ પર ૩ રાઉન્ડ ફાયરિંગ કરતાં પોલીસ દોડતી થઇ ગઇ છે. ફાયરિંગની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. સુખરામ જ્વેલર્સના શો-રૂમ પર ગુરૂવારે સાંજે ૭ઃ૨૨ વાગ્યે એક ઇસમ આવી ચઢ્યો હતો અને શો-રૂમ પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. આ સમયે શો-રૂમમાંથી એક યુવાન બહાર નીકળ્યો હતો.
ફાયરિંગ થતું જાેઇને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ અન્ય બે યુવાનો શો-રૂમમાંથી બહાર નીકળ્યા હતા અને શો-રૂમ બંધ કરી દીધો હતો. આ સમયે ત્યાંથી નીકળી રહેલા યુવાન પર બંધુક તાકી હતી. અને ફાયરિંગ કર્યું હતું. જાેકે, સદનસીબે ગોળી વાગી ન હતી.
હાલ સરથાણા પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફાયરિંગ કરનાર ઇસમની ઓળખ દિશામાં કામ કરી રહી છે. ફાયરિંગથી કાચ નહીં ફૂટતા ફાયરિંગ એરગન જેવા હથિયારથી થયાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જાેકે, ફાયરિંગ ઓરીજનલ ગનથી કે, એર ગનથી થયું એ બાબતે એફએસએલના રિપોર્ટ બાદ જ કહી શકાશે. હાલમાં પોલીસ દ્વારા એવા અનુમાન સાથે તપાસ કરવામાં આવી રહી છે કે, આ ફાયરિંગ લૂંટના ઇરાદે કરવામાં આવ્યુ છે કે પછી અંગત અદાવતના કારણે કરાયુ છે.
સુરતના વેસુ વિસ્તારમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો વ્યવસાય કરતી યુવતી મોર્નિંગમાં સાયકલિંગ કરી રહી હતી. ત્યારે બાઇક પર આવેલા ગુનેગારો યુવતીના હાથમાંથી મોબાઈલ અને રૂપિયા ભરેલું પર્સ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે. આ મામલે ફરિયાદ નોંધાવી છે.SSS