Western Times News

Gujarati News

સુરતમાં ડોર ટુ ડોરની ગાડીએ બાળકને અડફેટે લેતાં મોત

સુરત, સુરતમાંથી એક પછી એક દુખદ ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક દુખદ ઘટના સામે આવી છે. શહેરના ઉન વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડી ચાલકની બેદરકારીના કારણે ૩ વર્ષના માસૂમનું મોત થયું. કચરાની ગાડીની અડફેટે ૩ વર્ષનું બાળક કચડાતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મામલો વધુ બિચકે તે પહેલા પોલીસે ઘટના સ્થળે પહોંચી કચરાની ગાડી ચાલકની ધરપકડ કરી હતી.

ઘટના સર્જાતા સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા, બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલાં જ બાળકનું મૃત્યુ થયું હતું. સ્થાનિકોએ જણાવતાં કહ્યું હતું કે, કચરાની ગાડી નો ડાઈવર દારૂનું સેવન કરીને આવ્યો હતો.

અને નશામાં અઢી વર્ષના બાળક ઉપર ગાડી ચડાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ સચીન જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પડ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.