સુરતમાં તમિલનાડુના કાપડ દલાલને અર્ધનગ્ન કરી ફેરવ્યો
સુરત, તામિલનાડુના કાપડ દલાલે કાપડ લઈને રૂપિયા ન ચુકવતા સુરતના વેપારીએ વૃદ્ધ કાપડ દલાલને અર્ધનગ્ન કરીને સાડી પહેરાવી તેના હાથમાં બર્ગુર ચોર નામનું પાટિયું આપીને માર્કેટ વિસ્તારમાં ફેરવ્યો હતો તેનો વીડિયો ફરતો થતા પોલીસે ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયામાં વીડિયો ફરતો થયો હતો
તેમાં એક ઈસમ અર્ધનગ્ન હાલતમાં સાડી પહેરીને જતો દેખાય છે તેના હાથમાં અંગ્રેજીમાં બર્ગુર ચોર સુબ્રમન્યમ એવું પુઠાનું પાટિયું દેખાય છે તેને માર્કેટ વિસ્તારમાં ફેરવવામાં આવે છે તેની સાથે કેટલાક લોકો જતા દેખાય છે.
પોલીસ તપાસમાં ખબર પડી કે રિંગરોડ પરમાં દુકાન લીલા સારીઝના માલિક ચંદ્રકાંત મણિલાલ જૈન તેમજ તેની સાથેના શિવાભાઈ, સોહનભાઈ વૃદ્ધ સાથે અમાનવીય વર્તન કર્યું હતું. દલાલનું નામ સુબ્રમન્યમ છે તે તામિલનાડુના બુર્ગરનો છે તેને માલ લીધો હતો તેના ૪ લાખ રૂપિયા ચુકવ્યા ન હતા.