સુરતમાં ત્રણ દિવસમાં પાંચમી હત્યા, યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો
સુરત: શહેરમાં ગુનેગારો કાબુ બહાર થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે અને પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે શહેરમાં સતત ત્રીજા દિવસે પણ હત્યાની ઘટના બનવા પામી છે. છેલ્લા ત્રણ દિવસમાં પાંચમી હત્યાની ઘટના સામે આવી છે.શહેરમાં મોડી રાત્રે સુરતના પાંડેસરા વિસ્તારમાં ૨૫ વર્ષીય યુવાનને કેટલાક અજાણ્યા ઇસમોએ ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો જે બાદમાં યુવક પાસે રહેલો મોબાઇલ ફોન, રોકડ રૂપિયાની લુંટ ચલાવીને ફરાર થઇ ગયા હતાં પોલીસે અનુમાન લગાવ્યું છે કે આ હત્યા લુંટના ઇરાદે કરવામાં આવી હોઇ શકે છે.
સુરતમાં કોરોના મહામારી બાદ સતત ગુનાખોરી વધી રહી છે છેલ્લા ત્રણ દિવસમાં સતત હત્યાની ઘટનાઓ થઇ રહી છે. ગત રોજ રાત્રે વધુ એક યુવાનની હત્યા સાથે શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં પાંચ હત્યા પોલીસ ચોપડે નોંધાવાપામી છે. હજુ પ્રેમ પ્રકરણમાં એક યુવાનની હત્યાના આરોપીને સુરત પાંડેસરા પોલીસ પકડી લાવી છે ત્યાં જ આ વિસ્તારમા ંબીજી એક હત્યા થવા પામી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પાંડેસરા વિસ્તારમાં આવેલા ગોવાલનગર ચાર રસ્તા પાસે આવેલા ગણપતનાગરમાં ૨૫ વર્ષીય યુવાન સંતા મણીરામ યાદવ પર પાંચથી છ જેટલા યુવાનોએ હુમલો કયો હતો હુમલો કરનાર ઇસમો સંતાને ચપ્પુ જેવા ધારદાર હથિયારના ઘા મારી તેની પાસે રહેલા મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ધટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે આ હત્યા લુંટના ઇરાદે થઇ હોવાની આશંકા વ્યકત કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.