સુરતમાં દહેજ માટે પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
સુરત, સુરતમાં ડિંડોલી વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીને પતિએ દહેજની માગ કરી માનસિક-શારીરિક ત્રાસ આપતા પતિ, સાસુ -સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. પતિ માતા-પિતા અને બહેનની ચઢામણીથી પત્નીને માર મારતો હતો અને બીજા લગ્ન કરવાની ધમકી આપતો હતો. પત્નીને પહેરેલ કપડે કાઢી મૂકતા ફરિયાદ કરી છે.
ડિંડોલીમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીના ૨૦૨૧માં લગ્ન થયા હતા. ત્યારબાદ મહારાષ્ટ્ર ખાતે પતિ, સાસુ અને સસરા સાથે રહેવા ગઈ હતી. લગ્ના બાદ ૧૦થી ૧૫ દિવસ સારી રીતે રાખ્યા બાદ નાની નાની વાતોમાં ટોણા મારતા હતા. પતિ સહિતના સાસરિયા કહેતા હતા કે, તુ તારા પિતાના ઘરેથી કંઈ લાવી નથી. જેથી ૧ લાખ રૂપિયા લઈને આવ. આ સાથે બાઈક પણ લાવ તો જ રાખી.
જાે આ માગ પૂરી ન થાય તો તને તલાક આપી દઈશ અને બીજા લગ્ન કરી લઈશ.સાસરિયાઓની ચઢામણીથી પતિ સતત પત્નીને માર મારતો હતો. લગ્ન જીવન ટકાવી રાખવા માટે યુવતી માનસિક અને શારીરિક ત્રાસ સહન કરતી હતી.
દરમિયાન પતિએ પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ તેના પિતાને જાણ કરી લઈ જવા કહ્યું હતું. જેથી યુવતીએ પતિ, સાસુ-સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે.ss2kp