સુરતમાં દિવાળીના તહેવારોમાં બંધ મકાનને ટાર્ગેટ કરી ૪૭ લાખનો કર્યાે હાથફેરો
સુરતમાં તસ્કરોએ કરી દિવાળી
સુરતમાં દિવાળીના તહેવારોમાં ખાલી મકાનને ટાર્ગેટ કરનારી તસ્કરની ટોળકી સક્રિય થઈ ગઈ હતી
નવી દિલ્હી,સુરતમાં દિવાળીના તહેવારોમાં ખાલી મકાનને ટાર્ગેટ કરનારી તસ્કરની ટોળકી સક્રિય થઈ ગઈ હતી. લોકો વતન જતાં જ તેમના મકાનમાં તસ્કરો ત્રાટકવા લાગ્યા હતાં. ત્રણ તસ્કરોએ એક સાથે મળીને અઠવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ત્રાટક્યા હતાં. જેમાં એક મકાનમાંથી ૪૭ લાખની ચોરી કરી હતી. જો કે, આરોપીઓને ઝડપી લઈને ૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યાે હતો.
હાલ ત્રણેય આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.અઠવા ખાતે રહેતા શોએબ સોફા વાલા ઘરના દરવાજાને તાળું મારી રાજસ્થાન ગયા હતા. જેનો લાભ લઈને ત્રણ ચોરે તેમની બિલ્ડિંગમાં પ્રવેશ કર્યાે હતો. જેમાં સૌપ્રથમ બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા મકાનને ટાર્ગેટ કરી ત્યાં પ્રવેશ કર્યાે હતો. મકાનમાંથી કશું મળી આવ્યું નહોતું.
માત્ર ૫૦૦ રૂપિયાની ચોરી કરી બાદમાં બાજુના મકાનમાંથઈ ૪૭ લાખ રૂપિયાની ચોરી કરી હતી.ડીસીપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે,સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. જેમાં અઠવા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી અલ્તામસ ખાન જલગાવનો રહેવાસી છે, અન્ય આરોપી ફૈઝલ, તેમજ મોહમ્મદ ફૈઝની ધરપકડ કરવામાં આવી છે. ત્રણે આરોપીએ મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આરોપી ભુરા મુખ્ય આરોપી છે. આરોપીઓ પાસેથી ૩૫ લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે નહીં? તે અંગેની પણ તપાસ કરવામાં આવશે.ss1