સુરતમાં દેવામાં ડૂબેલો વેપારી દારૂના ધંધાના રવાડે ચઢ્યો
સુરત: સુરતમાં કોરોનાકાળમાં જે રીતે લોકોના વેપાર ઉધોગ બંધ થઈ ગયા છે અથવા બેકાર બન્યા બાદ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યુ છે તેવામાં પરિવારનું આર્થિક ગુજરાન ચલાવવા માટે લોકો ખોટા કામ કરી રહ્યા છે ત્યાર કોરોના લઈને બેકાર બનેલા કેટલાક યુવાનો દારૂની ખેપ મારતા ભૂતકાળમાં પકડાઈ ચૂકયા છે. ત્યારે આવી વધુ એક વેપારીની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ શ્યામવિલા સોસાયટીમાં રહેતા મુકેશકુમાર રાધેશ્યામ સામરા આમતો છે સાડીનો વેપારી પણ છેલ્લાં દોઢ વર્ષમાં કોરોનાકાળમાં લોકડાઉનને લઇ તેનો ધંધો પડી ભાંગ્યો હતો અને તેના માથે દેવુ થઇ ગયું હતું. જેથી આર્થિક સંકડામણથી બહાર આવવા માટે તેણે દારૂનો વેપાર શરૂ કર્યો હતો.
જાેકે, પોતાની ગાડીમાં દારૂનો જથ્થો પોતાની સોસાયટીમા પાર્કિંગમાં રહેલ ગાડીમાં સંતાડ્યો હતો જાેકે આ બાબતે પોલીને ખબર પડતા પોલીસે આ વેપારીને ઝડપી પડી તેની પૂછપરછ શરૂ વેપારીએ પોતે દારૂનો વેપાર કરતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ૨,૭૭ લાખનો મુદામાલ સાથે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાેકે આ વેપારીને દારૂ આપનાર આયુસ નામના બૂલટેગરને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. આ પહેલો કેસ એવો નથી વ્યાપારી આર્થિક પરિસ્થિતિ બગડતા તેણે દારૂનો વેપાર કરવો પડ્યો છે ભૂતકાળમાં કેટલાક કાપડના વેપારીઓ આજ પ્રમાણે દારૂનો વેપાર સાથે જાેડાયા હોય અનેે પોલીસના હાથે પકડાયેલ છે