સુરતમાં ધોરણ ૬થી ૮નાં છાત્રોને સ્કૂલમાં બોલાવ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/School-1-scaled.jpg)
પ્રતિકાત્મક
સુરત: હાલ રાજ્યભરમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ધોરણ ૯થી ૧૨નાં વર્ગો પચાસ ટકા હાજરી અને કોરોનાની ગાઇડલાઇન સાથે શરૂ કરવામાં આવ્યાં છે. રાજ્ય સરાકારે ૧થી ૮નાં વર્ગો હજુ ઓનલાઇન જ રાખવાનું કહ્યું છે તે ઓફલાઇ કરવા અંગે કોઇ જ ર્નિણય લેવામાં આવ્યો નછી. ત્યારે સુરતના કતારગામમાં આવેલી ગજેરા સ્કુલની મોટી બેદરકારી સામે આવી છે.
કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કુલમાં ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા હાજરી સાથે બોલાવવમાં આવ્યાં છે. એટલું જ નહી, પણ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ વગર બેસાડવામાં આવે છે. આમ ગજેરા સ્કુલ દ્વારા શિક્ષણ વિભાગ અને કોરોના ગાઈડલાઈન બંનેના નિયમોનો ભંગ કર્યો છે. ગજેરા સ્કૂલ કોંગ્રેસમાંથી હમણા જ ભાજપમાં જાેડાયેલા ધીરૂભાઈ ગજેરાની છે.
આ અંગેની અનેક ફરિયાદ ડીઈઓને કરવામાં આવી પરંતુ તેઓ માત્ર એક જ વાત કહે છે કે, આ અંગેની તપાસ કરાવાવમાં આવશે. ત્યારે હવે જાેવું રહ્યું આ સ્કુલ સામે કોઈ પગલા લેવામાં આવશે કે કેમ. સુરતના કતારગામની ગજેરા સ્કૂલ ફરીથી વિવાદમાં આવી છે. આ સ્કૂલમાં ૬થી ૮નાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યાં છે. જાેકે, રાજ્ય સરકારે પણ ૬થી ૮નાં વિદ્યાર્થીઓને બોલાવવાની મંજૂરી હજી આપી નથી. ત્યારે વાલીઓ પર દબાણ કરીને વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યાં છે.
આ અંગે ડીઈઓને ફરિયાદ કરાઇ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રહી. સતત ત્રણ દિવસથી ફરિયાદ બાદ પણ ડીઈઓએ કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ લગાવાવમાં આવી રહ્યો છે. સ્કૂલ પર મીડિયા પહોંચ્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું કે, ૪ નિરીક્ષકોને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેમના રિપોર્ટ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે. જાે સંચાલકની ભૂલ હશે તો સંચાલક સામે પણ પગલાં લેવાશે. સુરતની ગજેરા શાળાને નથી સરકાર કે સરકારી નિયમોનો ડર પરવાનગી ન હોવા છતાં ખુલ્લેઆમ ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓને બોલાવી ૧૦૦ ટકા ક્ષમતા સાથે બેસાડ્યા ડીઈઓને ફરિયાદ કર્યા બાદ પણ ડીઈઓ શાળા સામે મૌન છે. મીડિયાએ જ્યારે શાળામાં ધોરણ આઠનાં વર્ગોમાં જઇને વિદ્યાર્થીઓને પૂછ્યું કે, તમે કયા ધોરણમાં ભણો છો? અને કેટલા દિવસથી અહીં શાળામાં આવો છો? ત્યારે જવાબ મળ્યો કે, અમે ત્રણ દિવસથી શાળામાં આવીએ છીએ એટલે આજે ત્રીજાે દિવસ છે. અમે ધોરણ આઠમાં અભ્યાસ કરીએ છીએ.