સુરતમાં ધોરણ-૯માં ભણતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો
સુરત: શહેરમાં સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે, ત્યારે ગતરોજ એક વિધાર્થીના આપઘાત બાદ વધુ એક વિધાર્થીનીએ આજે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.
આ વિધાર્થીનીના આપઘાત બાદ પીએમમાં તરૂણ યુવતી ગર્ભવતી હોવાનું સામે આવતા માતા-પિતા પણ ચોંકી ગયા હતા અને આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા હતા. જેથી સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે.
સુરતમાં સતત આપઘાતની ઘટના સમયે આવી રહી છે ત્યારે, ગતરોજ સાઇકલ ચલાવવા બાબતે પરિવારે ઠપકો આપતા વિધાર્થીના આપઘાતની ઘટના બાદ આજે વધુ એક વિધાર્થીનીએ આપઘાત કરી લીધો છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલ ઉન પાટિયા પાસે ઓરિસ્સાવાસી પરિવાર રહે છે. પરિવારના મોભી અંકલેશ્વર ખાતે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં એક પુત્ર અને ચાર દીકરીઓ છે.
પરિવાર વતન જવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે પિતા પુત્રી પાસેથી રૂપિયા ૨૦૦ લઇને શાકભાજી લેવા ગયા હતા. શાકભાજી લઈને પરત ફરેલા પિતાને દીકરી તેમના મકાનના બીજામાળે મૃત અવસ્થામાં મળી આવી હતી.
૧૪ વર્ષની પુત્રી જે ધોરણ ૮ અભિયાસ કરે છે, તેણે પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. જેથી પરિવાર દ્વારા આ મામલે પોલીસને જાણકારી આપતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગુનો દાખલ કરી આ કિશોરીનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પોસ્ટમોર્ટમ કરનાર ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમમાં કિશોરીના ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા છે. ગર્ભ પરીક્ષણ કરતા કિશોરીનો યુરિન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
આ બાબતની જાણકારી પરિવારને આપતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જાેકે તબીબે આ કિશોરીના હિસ્થોપેથોના સેમ્પલ રિપોર્ટ માટે લેબમાં મોકલ્યા છે.
પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. ત્યારે આ કિશોરી કોઈ યુવકના પ્રેમમાં હશે અને તેની સાથે શરીર સંબંધ બાદ ગર્ભ રહી જતા પરિવારને આ બાબતે જણકારી મળી જશે તે બીકે આ કિશોરીએ આપઘા કરી લીધો હોવાની પોલીસ શંકા સેવી રહી છે અને તે દીશામાં પણ તપાસ શરુ કરી છે.