Western Times News

Gujarati News

સુરતમાં ધોળા દિવસે ૩૧ લાખની લૂંટ કરનાર પાંચ આરોપી ઝડપાયા

સુરત, સુરતના સગરામપુરામાં સાઇ સિધ્ધી એજન્સી તથા સાઇ સમર્સ એજન્સીના નામથી મની ટ્રાન્સફરનું કામ જગદીશ ભાઈ ચોક્સી કરે છે. સચીન, ઉન, પાંડેસરા વિસ્તારમાંથી રૂપિયા ૩૧.૩૯ લાખનું કલેક્શન કરી તેની ગણતરી કરી તે પૈસા બેન્કમાં જમા કરવાનું કાર્ય કરે છે. ટ્રાન્સફરના પૈસા અલગ અલગ વિસ્તારમાંથી ભેગા કરી પોતાની ઉધના ત્રણ રસ્તા પેટ્રોલ પુરાવવા માટે રોંગ સાઇડ સર્વિસ રોડ ઉપર ધીમી ગતીએ જતા હતા.

તે વખતે પાછળથી એક મોટર સાઇકલ ઉપર ત્રણ અજાણ્યા ઇસમો ચીલઝડપ કરીને નાસી ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સર્વેલન્સના આધારે પાંચ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાંથી બે આરોપી સગીર છે.મની ટ્રાન્સફરનું કામ કરતા જગદીશભાઈ ચોક્સી અલગ અલગ વિસ્તારમાંથી કલેક્શન કર્યા બાદ ઉધના વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ચીલ ઝડપ થઈ હતી.

ઉધના પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. આ ઘટનામાં ઉધના પોલીસે ડીંડોલી ખાતે રહેતા મિતેશ ઉર્ફે મીતલો ઉર્ફે મિત રવીન્દ્રભાઈ ગોસ્વામી, બે બાળ કિશોર તથા ટીપ આપનાર અજય મુરલીધર ગોસ્વામીની ધરપકડ કરી હતી. પોલીસે તેઓની પાસેથી લૂંટમાં ગયેલા રૂપિયા પૈકી ૨૮.૫૬ લાખની રોકડ રીકવર પણ કરી છે.ડીસીપી રાજન સુસરાએ જણાવ્યું કે મિતેશ આ વિસ્તારમાં વાહન ચલાવે છે

અને આ વિસ્તારમાંથી રોજ તે પસાર થતો હોય છે. અજય દ્વારા રૂપિયા લઇ જતા હોવાની ટીપ આપવામાં આવી હતી. જેને આધારે મિતેશ સચિન ઝડપ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. અત્યાર સુધીમાં સમગ્ર ઘટનામાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે આરોપી સગીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હજુ પણ કોઇની સંડોવણી છે કે કેમ તેની તપાસ શરુ રાખી છે તેમજ જે આરોપી ઝડપાયા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.