સુરતમાં નકલી સિગારેટના જથ્થા સાથે એક શખ્સ જબ્બે
સુરત, સુરતમાંમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે નકલી સિગારેટનું વેચાણ ખૂબ જાેર શોરમાં ચાલી રહ્યુ છે. આ ઉપરાંત આવી સિગારેટ પર કોઈ ચેતવણી પણ લખવામાં આવતી નથી. જેને લઈને આવી સિગારેટ વેચાણ કરતા લોકો પર સુરત પોલીસે તવાઈ બોલાવી હતી.
પોલીસે એક યુવાનને ગેરકાયદેસર સિગારેટના મુદામાલ સાથે ઝડપી પડી કાર્યવાહી કરી છે. આ શખ્સ પાસેથી ડુપ્લીકેટ સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો છે. સિગારેટનો માતબર જથ્થો મળી આવ્યો છે. પોલીસને વિગત મળી હતું કે મૂળ રાજસ્થાન વતની અને હાલમાં સુરતના પર્વત પાટિયા નજીક સિટી પેલેસ સોસાયટીમાં રહેતા
અને પર્વત પાટિયા વિસ્તારમાં સુરભી કોમ્પલેક્ષમાં સિધ્ધાર્થ ટ્રેડર્સ નામની દુકાનમાં ધરાવતા પ્રકાશ ચંદ્ર ગણેશલાલ જૈન લાંબા સમયથી ગેરકાદેસર સિગારેટ વેચાણ માટે લાવતા હોય છે. જાેકે પોલીસે આ મામલે આ ઈસમ પર વોચ કરી ગતરોજ તેને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં આ ઈસમ આ કબ્જામાંથી પોલીસે ગેરકાયદેસરની સિગારેટના ૪૨૦ બોક્સ મળી આવ્યા હતા.