Western Times News

Gujarati News

સુરતમાં નવા ૮ ફલાય ઓવર – રેલ્વે અંડરબ્રીજના કામો માટે ૩૯ કરોડની ફાળવણી

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે  સુરત મહાનગરમાં ૧૦ ફલાય ઓવર- રેલ્વે અંડરબ્રીજ બનાવવા આ વર્ષે  ૧૦ ટકા પ્રમાણે રૂ. ૩૯ કરોડ મહાપાલિકાને અપાશે

         મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરત શહેરમાં આઠ ફલાય ઓવર રેલ્વે અંડરબ્રીજ બનાવવાના કામો માટે આ વર્ષે ૩૯ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુરત શહેરમાં કુલ-૧૦ ફલાય ઓવર રેલ્વે અંડરબ્રીજ નિર્માણ માટે મહાપાલિકાએ રૂ. ૭૧૩ કરોડની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી હતી. મુખ્યમંત્રીશ્રીએ તદ્દઅનુસાર સુરતમાં નવા ૮ ફલાય ઓવર બ્રીજ, રેલ્વે અંડરબ્રીજના કામો માટેના કુલ ૩૯૦ કરોડના પ્રોજેકટ પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૯ કરોડની રકમ મહાપાલિકાને ફાળવવાની અનૂમતિ આપી છે.

સુરત મહાનગરમાં જે આઠ ફલાય ઓવર અને રેલ્વે અંડરબ્રીજ નિર્માણ થશે તેમાં સાઉથ ઇસ્ટ (લીંબાયત) ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સાંઇબાબા મંદીર પાસે ઉધના સ્ટેશન અને ચલથાણ વચ્ચે લીંબાયત-નવાગામ ડીંડોલી વિસ્તારને જોડતા રેલ્વે અંડરપાસ, સાઉથ ઇસ્ટ લીબાયત ઝોન વિસ્તારમાં ડીંડોલી માનસરોવર પાસે રેલ્વે ઓવરબ્રીજ, અમરોલી સાયણ રોડ પર કોસાડ ક્રિભકો લાઇન એલ.સી. નંબર ૦૫ ઉપર રેલ્વે ઓવરબ્રીજ, સાઉથ ઇસ્ટ લીંબાયત ઝોન વિસ્તારમાં ખરવરનગર જંકશનથી આજણા તરફ જતા કેનાલ વાળા રસ્તા પર ભાઠેના જંકશન પર ફલાય ઓવરબ્રીજ, સાઉથ ઇસ્ટ લીંબાયત ઝોન વિસ્તારમાં આજણા કેનાલ વાળા રસ્તા ઉપર મોડલ ટાઉન સર્કલ જંકશન પર અંડરપાસ-ફલાય ઓવરબ્રીજ, સાઉથ ઇસ્ટ ઝોન લીંબાયતમાં ડ્રાફટ ટીપી ૬૨ ડીંડોલી, ભેંસ્તાન, ભેદવાડમાં ડીંડોલી ખરવાસા રોડ અને મીડલ રીંગ રોડ જંકશન સાંઇ પોઇન્ટ પાસે ચાર રસ્તા પર સર્કલ ફલાય ઓવરબ્રીજ તથા સાઉથ વેસ્ટ અઠવા ઝોન વિસ્તારમાં ઘોડદોડ રોડ જંકશન પર અંડરબ્રીજ અને સાઉથ વેસ્ટ અઠવા ઝોન વિસ્તારમાં બેડલાઇનર જંકશન પર અંડરબ્રીજનો સમાવેશ થાય છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ૨૦૧૯-૨૦ના બજેટમાં સુરત શહેર માટે ૧૦ ફલાય ઓવર રેલ્વે અંડરબ્રીજ બનાવવાની જાહેરાત કરવામાં આવેલી છે જે પૈકી ૮ ફલાય ઓવરબ્રીજ, અંડરબ્રીજના કામો માટે SMCને આ વર્ષે રૂ. ૩૯ કરોડ રાજ્ય સરકાર ફાળવશે.         સુરત શહેરમાં વાહન અવર-જવર માટે માર્ગો પરનું ટ્રાફિક ભારણ આ નવા ફલાય ઓવર અને અંડરબ્રીજ બનવાથી મહદઅંશે ઘટી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.