સુરતમાં નવી બની રહેલી ઈમારતની દિવાલ ધરાશાયી, ૮ શ્રમિક દટાયા, ૪ ના મોત
સુરત: સુરતમાં મોટા વરાછા કેદાર હાઇટ્સમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં કામ કરતા ૭ થી ૮ શ્રમિકો દીવાલના કાટમાળ નીચે ફસાયા હતા. જેમાં ૪ શ્રમિકોના મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે તાત્તકાલિક રેસ્ક્યૂની કામગીરી કરી હતી. જાેકે, હજી પણ કેટલાક મજૂરો માટીના કાટમાળ નીચે દબાયેલા છે, જેઓેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.
વરાછા વિસ્તારમાં અબરામા રોડ પર સિલવાસા પેરેડાઈઝ નામની નવી ઈમારત બની રહી હતી, તેના અંડરગ્રાઉન્ડ પાર્કિંગનું કામ ચાલી રહ્યું હતું. કામગીરી દરમિયાન અચાનક ઈમારતની દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો. આ વાતની જાણ થતા જ ફાયર બિગ્રેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી હતી. કુલ ૪ શ્રમિકોના મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ એક જ જીવિત મજૂર બહાર નીકળી શક્યો છે. તો સાથે જ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સૌથી પહેલા એક શ્રમિકને બહાર કાઢવામાં આવ્યો હતો, જે મૃત મળી આવ્યો હતો. પહેલા માટી ધસી પડી હતી અને બાદમાં એના ઉપર સિમેન્ટનો સ્લેબ પડતા ૨૦ ફૂટ ઉડા ખાડામાં મજૂરો દબાયા હતા.
આ ઘટના બાદ સાઈટ પર કામ કરી રહેલા અન્ય મજૂરો મદદે દોડી આવ્યા હતા. જાેકે, આ ઘટનાથી અન્ય મજૂરો પણ ડરી ગયા હતા. ઘટના બાદ ચાર ફાયર સ્ટેશનની ૧૦ ગાડીઓ પહોંચી ગઈ છે અને દટાયેલા મજૂરોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હજી સુધી ૬ જેટલા મજૂરો માટીના ઢગલા નીચે દબાયેલા છે. હજી સુધી માત્ર ૫ લોકોને બહાર કાઢી શકાયા છે. ઘટના ને જાેવા ૪૦૦-૫૦૦ નું ટોળું ભેગું થઈ જતા પોલીસ ગોઠવી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાથી અનેક સવાલો ઉભા થાય છે. કેમ વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, બેદરકારો સામે ક્યારેય પગલા લેવાશે, આવી ઘટનાઓને કારણે સુરત સતત ચર્ચામાં આવતુ હોય છે. એક વ્યક્તિઓનો જીવ ગયો તે કોની બેદરકારી, નિયમો તોડતા બિલ્ડરો સામે ક્યારે પગલા લેવાશે, કેમ મજૂરોની સેફ્ટી માટે કોઈ સાઘનો કન્સ્ટ્રક્શન સાઈટ પર ન હતા. આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે.