સુરતમાં નાની ઉંમરના પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/advt-western-times-news.jpg)
પ્રેમ કહાનીની ખબર હોત તો લગ્ન કરાવી દેત-બહાર જવાનું કહીને પિતા પાસેથી ૧૦૦ રૂપિયા લઇને યુવકે યુવતીને ચીકુવાડીમાં લઇ જઇને જીવન ટૂંકાવ્યું
સુરત, શહેરના ડીંડોલી વિસ્તાર ખાતે આવેલ સણીયા કણદે ગામમાં સણીયા કણદેના એક ચિકુવાડિની અંદર એક ઝાડની ડાળખી પર લટકી આત્મહત્યા કરી લીધી હતી. પરિવાર અને મિત્રો શોધખોળ કરતા મિત્ર અરુણને તેમનુ શરીર ચિકુવાડીની ડાળ પર લટકતી દેખાઈ હતી જેથી તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાઇ હતી.
![]() |
![]() |
મરણ જનાર તેજસ જે સણીયા કણદે ખાતે આવેલ પારા ફળિયા ખાતે તેના પરિવાર સાથે એક નાના મકાનમાં રહેતો હતો અને સચિન ખાતે આવેલ કારખાનામાં નોકરી કરી તેના પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. તે જ સમયે સચિનના પાલિગામમા રહેતી ૧૫ વર્ષની છોકરી સાથે આંખો મળી ગઈ હતી અને જોત જોતામાં એમનો પ્રેમ એટલી હદે વધ્યો કે તેમને પોતાની જિંદગી ટુંકાવી લીધી.
છોકરાના પરિવાર સાથે આ બાબતે વાત કરવામા આવી ત્યારે તેમને જણાવ્યુ કે, મંગળવારના રોજ છોકરો મારી પાસે આવ્યો અને કહ્યુ કે, ‘હું બાહર ફરવા જાઊ છુ તો મને પૈસા આપો અને તેને ૧૦૦ રુપિયા આપી પિતાએ તેને જવા દીધો અને પછી પાછો જ ના આવ્યો. ત્યારે છોકરી ના ઘર વાળા એ એના પિતાજી ને ફોન કર્યો કે અમારી છોકરી તમારા છોકરા સાથે નાસી ગયેલ છે તમે અમને જાણ કરો કે ક્યાં છે.’ ‘જ્યારે એમને ખબર પડી કે, આ રીતે આ લોકો ભાગી ગયા છે ત્યારે તે લોકોએ શોધખોળ કરી અને સણીયા કણદે ગામમાં આવેલા એક ઝાડની ડાળી પર બેઉ જણાની લટકતી લાશ દેખાઈ હતી, જેથી એ લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી.
ત્યારબાદ ત્યારે અમે તેમના પિતા વિશે આ પ્રેમસંબંધ વિષે પૂછ્યું તેમણે અમને કીધું આ લોકોના પ્રેમ સંબંધ વિશે અગાઊ એમને કોઇ જ ખયાલ ન હતો, જ્યારે આ લોકોઍ આ પગલુ ભર્યુ તો અમને ખબર પડી કે, આ લોકો એક બીજાના પ્રેમ સંબંધમા હતા. જો અમને આ વિશે ખબર હોત તો છોકરીની ઉંમર થયા બાદ અમે તેમના લગ્ન કરાવી દેત પરંતુ આ લોકોએ આવી નાની ઉંમરમાં આ રીતે પગલું ભરી ખોટું કૃત્ય કર્યું છે. SSS