સુરતમાં નોકરીનો બોગસ કોલ લેટર આપીને લાખોની છેતરપિંડી
સુરત, અવાર નવાર નોકરી આપવામાન બહાને છેતરપિંડીની ઘટના સામે આવતી હોય છે ત્યારે સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે જેમાં સુરત મહાનગરપાલિકામાં નોકરીની લાલચ આપીને ૯.૭૦ લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે.
મહાનગરપાલિકામાં નોકરી આપવાની લાલચ આપીને દ્ગય્ર્ં ચલાવતી બે મહિલાઓએ માતબર રકમ પડાવી લીધે છે, આ મહિલાઓએ મહાનગરપાલિકાના લોગો અને અધિકારીઓના બોગસ સહી કરી મનપામાં કાયમી નોકરી લગાવી આપવાનું કહેવામાં આવ્યું હતું જે બાદ તેમણે ફરિયાદી પાસે ૯.૭૦ લાખ રૂપિયાનો તોડ પાડી તેમની સાથે ઠગાઈ કરી હતી.
સમગ્ર બનાવ અંગેની જાણ થતા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, તેમના સામે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં રુબીના મુલતાની અને જુનેલ નામના વ્યકિત સામે ઠગાઈની ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.HS