સુરતમાં પત્નીની ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ પતિએ ટ્રેન નીચે ઝંપલાવ્યું
સુરત, મુળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતમાં રોજીરોટી માટે સચીન વિસ્તારમાં રહેતા પતિએ પત્નીની ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ પોતે પણ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. મહીલાની લાશ ઘરેથી મળી આવતા સચીન પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
ઉત્તરપ્રદેશના વતની અને સુરતના સચીન વિસ્તારમાં રહેતા પરીવારની મહીલા ઘરમાંથી મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પરીવારમાં પત્ની અને બે બાળકો હતા. પત્ની કંચન ઘરમાંથી મૃત મળી આવતાં સ્થાનીક લોકએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ કરતાં મહિલાની હત્યા થઈ હોવાની વિગતો સામે આવી હતી.
પત્નીની હત્યા થઈ હોવાથી પોલીસે મહિલા ના પત્ની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન પતિ નરસિંહે ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરી લીધા હોવાની વિગતો સામે આવી હતી. પતિએ પત્નીની હત્યા બાદ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધા હોવાની વિગતો પોલીસે તપાસમાં સામે આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સ્થાનીક લોકોની જણાવ્યા પ્રમાણે પતિ અને પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલતા હતા. કાલે રાત્રે ઉશ્કેરાટમાં પગલાં ભર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે પોલીસે આ બંને મામલે પતિ વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ વધુ તપાસ શરૂ કરી છે. જાેકે, માતા-પિતાના મોતના કારણે બે સંતાનો નિરાધાર થઈ ગયા છે.