Western Times News

Gujarati News

સુરતમાં પહેલી વખત કોરોનાના નવી સ્ટ્રેન જોવા મળી, ત્રણ દર્દી પોઝીટીવ

સુરત, છેલ્લા એક વર્ષથી હાહાકાર મચાવી રહેલા કોરનાને ફેલાતા અટકાવવા માટે તંત્ર ખડે પગે કામગીરી કરી રહ્યો છે.ડોકટરો દિવસ રાત એક કરીને દર્દઓને સાજા કરીને કોરોના સામે જંગ લડી રહયા છે.હાલમાં એક બાજુ પરિસ્થિતિ એવી છે કે કોરોના સંપૂર્ણ રીતે ખતમ પણ નથી થયો છે એવી સ્થિતિ વચ્ચે કોરોનાનો નવો સ્ટ્રેન દેખાયો છે,

એટલુંજ નહીં ચિંતાની વાત એ છે કે આ નવો સ્ટ્રેન જે છે એ ઝડપથી ફેલાઈ જાય છે,ત્યારે શહેરના ત્રણ દર્દીઓમાં ગત ફેબ્રુઆરી મહિનામ નવા સ્ટ્રેન લક્ષણો દેખાતા ત્રણેના સેમ્પલો લેવામાં આવ્યા હતી જેની રોપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં ફફડાટ મચી ગઈ છે અને જરૂરી પગલાંઓમાં લેવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સુરત મહાનગર પાલિકના આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ શહેરના રાંદેર ઝોન વિસ્તારમાં રહેતા બે વ્યક્તિઓ અને અઠવા ઝોન વિસ્તારમા રહેતા એક વ્યક્તિને ગત ફેબ્રુઆરી મહિનામાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો દેખાયા હતા.

આ લક્ષણો દેખાય બાદ પાલિકા તત્ર દોડતું થઇ ગયું હતું અને તાત્કાલિક ધોરણે ત્રણે વ્યક્તિઓના સેમ્પલો લઈને પુણેની વિશેષ લેબમાં પરીક્ષણ માટે મોકલવામા આવ્યા હતા જયારે આ ત્રણે વ્યક્તિઓને કોરોનટાઇન કરવામાં આવ્યા હતા.દરમિયાન આજે આ ત્રણેની રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં ફફડાટ મચી ગઈ છે.

આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ અંગે વધુ માહિત આપતા કહ્યું હતું કે નવા સ્ટ્રેનના દર્દીઓમાં એક મહિલા અને બે પુરુષો છે,ફેબ્રુઆરી મહિનાના ત્રીજા વીકમાં ત્રણે જણાના સેમ્પલો કલેક્ટ કરીને પરીક્ષણ માટે લેબમા મોકલવામાં આવ્યા હતા જયારે તેમના સમ્પર્કમા આવેલા ૧૧૦ જેટલા વ્યક્તિઓનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું

જે તમામની રોપોર્ટ નેગેટિવ આવી હતી.પરંતુ રાહતની એક વાત એ પણ છે કે રિપોર્ટ આવતા પહેલા આ ત્રણે વ્યક્તિઓ રિકવર પણ થઇ ગયા છે.ત્રણેની કોઈ વિદેશ ટ્રાવેલિંગ હિસ્ટ્રી નહીં હતી પણ કોઈના ને કોઈના સમ્પર્કમા આવ્યા હશે જેને કારણે તેમને ચેપ લાગ્યો હોય.

વધુમાં તેમને જણાવ્યું હતું કે નવા સ્ટ્રેનની ફેલાવવાની ઇન્ટેન્સિટી વધારે છે,ઝપડથી ફેલાઈ છે.ત્યારે હવે તંત્ર દ્વારા એન્ફોર્સમેન્ટ,ક્લસ્ટર સહિતની જરૂરી કામગીરી ફરીથી ઇન્ટેન્સિટી સાથે શરૂ કરી દેવાંમાં આવી છે.જયારે આવી પરિસ્થિતિ જાેઈ પાલિકાના અધિકારો દ્વારા શહેરીજનોને સોશ્યલ ડિસ્ટેંસીન્ગ રાખવા તેમજ માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

છેલ્લા પંદર દિવસમાં વધેલા કેસોનુ કારણ આ હોય શકે છે

શહેરમાં એક બાજુ કોરોનાંને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યં છે ત્યારે બીજી બાજુ નવા સ્ટ્રેનની એન્ટ્રીએ તંત્રની ચિંતા વધારી દીધી છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા યુકે વેરિએન્ટના ત્રણ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે,જાેકે આ ત્રણે દર્દીઓએ તો રિકવર થઇ ગયા છે પરંતુ છેલ્લા પંદરેક દિવસમાં શહેરમાં કોરોનાના કેસોમાં ફરીથી જે વધારો થઇ રહ્યો છે તેનું એક પૂરતો કારણ આ હોઈ શકે છે.

૪૨૮ જેટલા ઝોન ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ ડિક્લેયર કરાયા

પાલિકાના અધિકારી ડો. આશિષ નાયકે જણાવ્યું હતું કે શહેરના વિવિધ ઝોનના ૪૨૮ જેટલા ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ ડિક્લેયર કરવામાં આવ્યા છે.આ સિવાય ગત જુલાઈ,ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાઓમાં જે પેટર્ન સાથે ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટની કામગીરી કરવામાં આવી રહી હતી તે પેટર્ન સાથે પાલિકા દ્વારા ફરીથી ઇન્ટેન્સિટી સાથે ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવીછે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.