સુરતમાં પુત્રનો વિરહ ન જીરવી શકનારા પિતાએ આત્મહત્યા કરી
સુરત: પુત્રનાં વિરહમાં સુરતમાં એક પિતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. માતા- પિતાના બાળકો પ્રત્યેના અપાર પ્રેમના અનેક કિસ્સાઓ તમે જાેયા હશે. પરંતુ શહેરના પાલ વિસ્તારમાં પુત્રનાં વિરહમાં તડપતા એક પિતાએ , “મારે હવે જીવવું નથી, દેવાંગ પાસે જવું છે, એમ કહેતા ઘરમાં જ ફાંસો ખાઈ મોત વહાલુ કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા અડાજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
માતા- પોતાનો પોતાના પ્રત્યે અપાર પ્રેમ હોય છે. માત્ર માતા જ નહી પરંતુ પિતા પણ સંતાનોને કાળજાના કટકા સમાન સમજે છે, અને તે હદે જ પ્રેમ કરે છે. અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પાલમાં બનેલી કરુણ ઘટનાથી સામે આવ્યું છે. દોઢ વર્ષ પહેલા માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા પુત્રના વિરહમાં ઝૂરતા હતા.
પરિવારમાં વારંવાર, “મારે હવે જીવવું નથી, દેવાંગ પાસે જવું છે, એમ કહેતા પિતાએ ઘરમાં ફાંસો ખાઈ વહાલું કરી લીધું હતું. પાલ સ્થિત સ્તુતિ રેસિડેન્સીમાં રહેતા હેમંતભાઈ બાબુભાઈ પટેલ શિફમાં નોકરી કરતા હતા. હેમંતભાઈ પત્ની તથા પુત્ર દેવાંગ અને પુત્રી પૃથા સહિતના પરિવાર સાથે સુખી જીવન પસાર કરી રહ્યાં હતા.
પરંતુ દોઢ વર્ષ પહેલાં માર્ગ અકસ્માતની ઘટનામાં ૨૩ વષીય દેવાંગ મૃત્યુ પામ્યો હતો. દેવાંગના અકાળે મોતથી જાણે હેમંતભાઈ પર જાણે પહાડ તૂટી પડ્યો હતો. અને તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા હતા. આ ઘટના બાદ હેમંતભાઈ નોકરી છોડી દેવાંગની કેક શોપ પર પુત્રી પૃથા અને પત્ની સાથે જવા માંડ્યાં હતા.
હેમંતભાઈ એ હદે હતપ્રભ થયા હતા કે, તેઓએ દેવાંગનો એક મોટો ફોટો બનાવ્યો હતો અને આ ફોટો સામે નવાં કપડાં, ઘડિયાળ, પર્સ તેમજ દરરોજ બે ટાઈમ જમવાનું ચૂકતા ન હતા, તેમ છતાં તેમની વેદના ઓછી નહીં થઈ શકતાં તેઓ વારંવાર “મારે હવે જીવવું નથી, દેવાંગ પાસે જવું છે, એમ કહેતા રહેતા હતા.
દરમિયાન, બુધવારે હેમંતભાઈ કેક શોપ પર ગયા નહોતા. સાંજે પુત્રી પૃથા ઘરે આવી ત્યારે અંદરનું દ્રશ્ય જાેઈ હેબતાઈ ગઈ હતી. હેમંતભાઈની ફાંસો ખાધેલી હાલતમાં જાેઈ પૃથાએ બુમાબુમ કરતાં અડોશપડોશના લોકો દોડી આવ્યાં હતા અને અડાજણ પોલીસને જાણ કરાઈ હતી. આ કરૂણાંતિકાને સ્થાનિક વિસ્તારમાં શોક છવાયો હતો.પોલીસે તપાસ શરૂ કરી છે.