Western Times News

Gujarati News

સુરતમાં પ્રેમિકાના પરિવારે લગ્નનો ઇન્કાર કરતા રત્નકલાકાર પ્રેમીનો આપઘાત

સુરત: સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતની વધારે પડતી ઘટનાઓ ઘટી રહી છે. આર્થિક સંકડામણ અને પારિવારિક પ્રશ્નોમાં આપઘાત કરવાના બનાવો આવી રહ્યા છે ત્યારે પ્રેમ પ્રેકરણમાં પણ લોકો પોતાની જિંદગી ટૂંકાવી રહ્યા છે. સુરત શહેરમાં આવો જ આપઘાતનો વધુ એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે. સુરતના પુણા ગામમાં રહેતા રત્નકલાકારે પ્રેમ લગ્નના મુદ્દે ધાર્યુ ન થતા નાસીપાસ થઈ જિંદગી ટૂંકાવી છે. આશાસ્પદ રત્નકલાકારે પોતાના ઘરના બેડરૂમમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂકાવી લીધી હતી. જાેકે, સૌથી વધુ ચોંકાવનારી બાબત એ હતી કે પ્રેમ લગ્નમાં પ્રેમિકાના પરિવારે ઈન્કાર કરતા પ્રેમી રત્નકલાકારે આ પગલું ભર્યુ હોવાની વિગતો સામે આવી રહી છે. આ રત્નકલાકાર બેરોજગાર હતો જેના કારણે તેના પ્રેમ લગ્ન માટે પરિવાર સંમત ન થયો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.

કરૂણ ઘટનાની વિગતો એવી છે કે સુરતના પુણાગામમાં વિક્રમનગરમાં રહેતા ૩૪ વર્ષીય રવિ ઘનશ્યામભાઇ રાઠોડે ગુરૂવારે સાંજે ઘરે બેડરૂમમાં પંખાના હૂક સાથે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.જાેકે રવિ કોરોનાને લઈને છેલ્લા બે મહિનાથી બેકાર બની ગયો હતો અને જેને લઈને આર્થિક સંકડામણ સાથે બેકારને લઈને માનસિક તાણમાં રહેતો હોવાની વિગતો સામે આવી છે. તો બીજી બાજુ રવિની એક યુવતી સાથે આંખ મળી ગઇ હતી. તે યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો પણ યુવતીના પરિવારે તેની સાથે લગ્ન કરવાની ના પાડી હતી.

જાેકે બેકાર હોવાને લઇને પરિવારે ના કહેતા સતત માનસિક તાણમાં રહેતા યુવાન રવિને પ્રેમિકાના પરિવારે બેકારીને લઈને લગ્નનો ઈન્કાર કર્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ સ્થિતિમાં રવિ માનસિક આવેશમાં રહેતો હતો. આ યુવાન પ્રેમીના પરિવારે લગ્નની ના પડતા નાશીપાસ થઇ ગયો હતો.

તેને લગ્નની ના પડી તે વાતનું માઠું લાગી આવ્યુ હતું અને આવેશમાં આવીને આપઘાત કરી લીધો હતો. જાેકે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. રત્નકલાકાર તરીકે કામ કરતા યુવાનના આ પગલાંને લઇને પરિવાર સાથે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ જાવા પામી હતી. જાેકે રત્નકલાકાર યુવાનના આપઘાત મામલે પુણા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.