સુરતમાં ફલેટને બેંકમાં મોર્ગેજમાં મુક્યા બાદ બારોબાર વેચી રૂ.ર૯ લાખ ચાંઉ કર્યા
સુરત, શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા એક ભેજાબાજ ઈસમે અડાજણ ગ્રીન રેસીડેન્સીમાં આવેલ ફલેટ બેંકના મોર્ગેજમાં મુકયો હોવા છતા બારોબાર વેચાણ કરી રૂ.ર૯ લાખ પડાવી રફુચકકર થઈ ગયો હતો.
અડાજણ ગ્રીન રેસીડેન્સીમાં રહેતા સી.એ. ધર્મેશભાઈ તમાકુવાલાની પત્ની દિપાબેન નીતિન ગોપાલ રાણા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં દિપાબેને જણાવ્યું હતું કે તેઓ હાલમાં જે ફલેટમાં રહે છે તે ફલેટ આરોપી નીતિન ગોપાલ રાણા પાસેથી માર્ચ ર૦ર૧માં રૂપિયા ર૯ લાખમાં ખરીદ્યો હતો અને તેના પુરેપુરા નાણા ચુકવી આપી તેની માતા કલાવતીબેન જયંતભાઈ સુખારામવાળાના નામે દસ્તાવેજ બનાવ્યો હતો જાેકે નીતિન રાણાએ આ ફલેટ પહેલાથી એચ.ડીબી. ફાયનાન્શિયલ સર્વિસ બેંકમાં મોર્ગેજ મુકયો હોવાની હકીકત છુપાવી હતી.
દરમિયાન બેંક દ્વારા નોટિસ મળતા મામલો બહાર આવ્યો હતો. દિપાબેનને તેની માતા કલાવતીબેનના નામથી આ ફલેટ અંગે પાવર ઓફ એર્ટની મેળવી નીતિન રાણા સામે ફરિયાદ નોંધાવી છે.