સુરતમાં ફાયર વિભાગે ફાયર સેફ્ટીના અભાવે ૧૪ એકમો સીલ કર્યા
સુરત: ૨ જુન એટલે કે બુધવારે ફાયર વિભાગે ૧૧ હોસ્પિટલ, ૧ કિલનિક, એક લેબોરેટરી તથા એક કોમર્શીયલ એકમ મળી કુલ ૧૪ એકમોને સીલ મારી દીધું છે. અપૂરતી ફાયર સુવિધાને લઈને ફાયર વિભાગે આ કડક કાર્યવાહી કરી હતી
સુરતમાં ભૂતકાળમાં હોસ્પીટલમાં આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જેને લઈને આવી દુર્ઘટના ફરી વખત ન બને તે માટે ફાયર વિભાગ એક્શન મોડમાં જાેવા મળી રહ્યું છે. ફાયર વિભાગ દ્બારા અલગ અલગ ટીમ બનાવી કોવીડ અને નોન કોવીડ હોસ્પીટલમાં તપાસ કરવામાં આવી રહી છે. અને અપૂરતી ફાયર સુવિધા સામે આવતા નોટીસ આપવામાં આવે છે
ત્યારબાદ સીલ મારવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે. દરમ્યાન ફાયર વિભાગે જુન એટલે કે બુધવારે ૧૧ હોસ્પિટલ, ૧ કિલનિક, એક લેબોરેટરી તથા એક કોમર્શીયલ એકમ મળી કુલ ૧૪ એકમોને સીલ મારી દીધું છે. અપૂરતી ફાયર સુવિધાને લઈને ફાયર વિભાગે આ કડક કાર્યવાહી કરી હતી.
છેલ્લા એક મહિનામાં ફાયર વિભાગે ૪૦ હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરી હતી અને ખામી જણાતા નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત ફાયર વિભાગે કોર્મિશિયલ કોમ્પ્લેક્ષોને સીલ કરવાની પણ કાર્યવાહી કરી હતી. હોસ્પીટલમાં મોકડ્રીલ યોજી ફાયર વિભાગ હોસ્પિટલના સ્ટાફને પણ દુર્ઘટના સમયે શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી અને ટ્રેનીંગ પણ આપી રહ્યું છે.