સુરતમાં બંધ કરેલ હૉસ્પિ.માં ફરી વખત ૫૦૦ બેડ મૂકાશે
સુરત: સુરત શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે.પ્રતિદિવસ શહેર સહિત જિલ્લામાં ૨૦૦ વધુ કેસ સામે આવી રહ્યા છે.જ્યાં પાલિકા દ્વારા અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.પાલિકા દ્વારા કોરોનાના વધતા કેસોને લઈ ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે.
જેમાં પ્રતિદિવસ સુરતમાં ૧૪ હજાર જેટલા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.આગામી દિવસોમાં કોરોનાના કેસો વધવાની શકયતા પાલિકાએ વ્યક્ત કરી છે.જેના પગલે સ્મીમેર હોસ્પિટલમાં બંધ કરાયેલ કોવિડ હોસ્પિટલ ફરી કાર્યરત કરવાની તૈયારી પાલિકાએ કરી છે. સાથે જ અલગ અલગ સમાજના લોકો દ્વારા અગાઉ શરૂ કરાયેલા કોવિડ સેન્ટરો પણ શરૂ કરવાની તૈયારી રાખવા અંગે સૂચન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.બહારગામ અને ટ્રાવેલન્સ હિસ્ટ્રી ધરાવતા લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ મળી રહ્યું છે. જેના કારણે સુરતમાં કેસોનુ પ્રમાણ વધુ જાેવા મળી રહ્યું છે.
કોરોનાને નાથવામાં સુરતની જનતાનો સાથ સહકાર જરૂરી છે. જેના વિના કોરોનાને નાથવો શક્ય નથી.પાલિકા દ્વારા સુરતની જનતાને ફરજિયાત માસ્ક,હેન્ડ સેનેટાઇઝર અને સોસીયલ ડિસ્ટનસિંગ જાળવવા માટેની અપીલ કરવામાં આવી છે. જાેકે જે રીતે કેસ વધી રહિયા છે તેમાં પણ વિદેશી સ્ટેન આવિયા બાદ આ સૌથી ઝડપથી ફેલાઈ રહીયો છે તેને લઈને તંત્ર કન્ટેટ મેન્ટ ઝોન વધરીયા છે
વિદેશ થી આવેલા અને તેના સંપર્કમાં આવેલા લોકો ના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવિયા છે આ ઉપરાંત જે રીતે સતત કેસ વધી રહ્યા છે, તેને લઇને સ્મીમેરમાં મલ્ટી લેવલ પાર્કિગમાં જે કોવિડ હોસ્પિટલ ચાલતી હતી ત્યાં હાલમાં રસી કેન્દ્ર ચાલે છે તેને ફરી હોસ્પિટલ માં રૂપાંતર કરવાની કામગીરી આગામી પાંચ દિવસ પૂર્ણ કરવામાં આવશે. તે ઉપરાંત ૨૦ જેટલી ખાનગી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ.જાહેર કરવામાં આવી હતી તે તમામ હોસ્પિટલ ફરી કોવિડ હોસ્પિટલ માટેની તૈયારી કરવામાં આવી છે ત્યારે આગામી દિવસ વધુ સંક્રમણ વધે તે માટે તૈયારી કરવામાં આવી રહી છે.